સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

ભાવનગર વલ્લભીપુર રોડ ઉપર અકસ્માતમાં યુવાનનું નિપજેલ મોત

ભાવનગર તા. ૨૯: મળતી વિગતો મુજબ ભાવનગર-વલ્લભીપુર રોડ ઉપર ધાંધળી નજીક સર્જાયેલા વાહન અકસ્માતમાં ગંભરી રીતે ઇજા પામેલ સોનુભાઇ સીરપાલ ભારતી ઉ.વ.૨૫ રહે. ધાંધળી ને ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. આ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ભાવનગરમાંથી મહિલા બુટલેગર ઝડપાઇ

 ભાવનગરનાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનાં ગુન્હામાં નાસતી ભાગતી અધેવાડીમાં રહેતી મનીષાબેન તેજાભાઇ ચારોલા ઉ.વ. ૨૦ ને એલ.સી.બી. પોલીસનાં સ્ટાફે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:48 am IST)