સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

વઢવાણના વડોદનો વિક્રમ રબારી વડોદરા જેલમાં પાસાના પીંજરે ધકેલાયો

વઢવાણ તા.૨૯ : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ. એન.કે.વ્યાસના માર્ગદર્શનમાં અસામાજીક પ્રવૃતિ કરતા રબારી વિક્રમ વજાભાઇ મોરી (ઉ.૩૫, રહે. વડોદ, તા. વઢવાણ) વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલી અપાઇ હતી.

જે દરમિયાન દરખાસ્ત મંજુર થતા જ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. કિશોરભાઇ પારધી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રવિભાઇ ભરવાડ, સરદારસિંહ ગોહિલ અને ધવલ પટેલે પકડી પાડી વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે પાસાના પીંજરે ધકેલી દીધો હતો.

(11:48 am IST)