સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફુલટાઇમ બે ડોકટર નિમવા માંગણી

બાબરાના ડોકટરનું ડેપ્યુટેશન રદ કરી ફરી વડિયા મુકો

વડિયા તા.ર૯: અહિંના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં થોડા સમય  પુર્વે બે ડોકટરની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ સરકારે અચાનક બેમાંથી એક ડોકટરને બાબરા ડેપ્યુટેશન પર મુકતા હવે ફરી વડિયામાં એકજ ડોકટરથી ચલાવવુ પડે તેમ છે. વડિયામાં દરરોજ ઓપીડીના ર૦૦ કેસો આવે છે એકજ ડોકટરને કારણે ગીરદી ખુબજ થાય છે અને દર્દીઓને  પણ દવાખાનામાં લાંબો સમય દવા લેવા માટે કાઢવો પડે છે.

અગાઉ પણ વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એકજ ડોકટર હોવાને કારણે અને દર્દીઓના ઘસારાથી કંટાળી અગાઉના ડોકટરે રાજીનામુ આપી દીધેલ.

સરકારે થોડા સમય પહેલા બે ડોકટરની નિમણુંક કર્યા બાદ ફરી ડેપ્યુટેશન પર એક ડોકટરને બાબરા મુકતા ફરી એક ડોકટર પરજ  દર્દીઓની સારવારની જવાબદારી આવી પડી છે.

તાજેતરમાં રોગી કલ્યાણ સમિતિની મીટીંગમાં પ્રાંત અધિકારી - મામલતદાર તથા સરપંચની હાજરીમાં આ મુદ્દા ઉપસ્થિત થયેલ અને લોકલાગણી સમજીને ફરીથી બાબરા ખાતે ડેપ્યુટેશન પર મુકેલ ડોકટરનું ડેપ્યુટેશન રદ કરી ફરી વડિયા મુકવા જણાવાયુ હતુ.  જેથી અધિકારીઓએ  આ બાબતે સરકારમાં રજુઆત કરવા ખાત્રી આપી હતી.

(11:43 am IST)