સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

ધોરાજી તાલુકા શિક્ષણ મંડળીની ચુંટણી માટે ફોર્મ પાછુ ખેંચવાનું કહીને માર માર્યો

ધોરાજી તા.ર૯: તાલુકા શિક્ષણ મંડળીના પ્રમુખની ચુંટણી આવનાર મહિનાની ૧ તારીખે યોજાવાની જાહેરાત કરાયેલ હતી ત્યારે અંતમાં તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા અંતે બે ઉમેદવારો હતા અને તેઓ વચ્ચે તા.૧ જુલાઇના ચુંટણી યોજી પ્રમુખ પદ માટેની વ્યકિતનું નામ નકકી કરાશે તેવુ આયોજન કરેલ હતું.

પરંતુ ધોરાજી તાલુકા શિક્ષણ સહકારી મંડળીની ઓફિસે પ્રમુખ પદના ઉમેદવાર વિરમગામાને અજાણ્યા શખ્સોએ બોલાવી ફોર્મ પાછું ખેંચવાનું કહી માર મારેલ હતો. ઉપરાંત પ્રમુખ થયેપૂર્વે પતાવી દેવાની પણ ચીમકી આપેલ હતી. જેમાં હુમલાનોભોગ બનના પ્રમુખપદના ઉમેદવાર અને હાલ છોડવાવદર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા વિરમગામા વસંતભાઇ પરસોત્તમભાઇને મુંઢમાર લાગતા પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા.

આ સમયે શિક્ષકને બચાવવા જતા બીજા શિક્ષક અને હાલ નાની પરબડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા (ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ) રાખોલીયા દિવ્યેશભાઇ ચંદુભાઇ પણ ઘવાયા હતા. હાલ બન્ને શિક્ષકોએ પ્રાથમિક સારવાર લઇ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

(11:39 am IST)