સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

વાંકાનેર ક્ષત્રીય સમાજ દ્વારા પોલીસને આવેદન

બે ક્ષત્રીય યુવકના વિજળી પડવાથી મોત સામે કોમેન્ટના વિરોધમાં

વાંકાનેર તા. ર૯: ક્ષત્રીય સમાજ દ્વારા સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર નાયબ કલેકટરશ્રીને તથા આ કૃત્ય કરનાર રામુભાઇ ભરવાડ સામે કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદન પી.આઇ. વાઢીયાને આપવામાં આવેલ છે.

અગાભી પીપળીયા ગામે ગત તા. ર૩-૬-૧૮ના વિજળી પડતા (૧) પુષ્પરાજસિંહ ટેગુભા જાડેજા ઉ.વ. ૧૭ અને (ર) વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજાના મોત થતા ક્ષત્રીય સમાજનાં શોકની લાગણી છવાઇ હતી ત્યારે આ બનાવને નિમ્મ કક્ષાની અને ક્ષત્રીય સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય રામુ ભરવાડ નામના શખ્સે ઇન્ટરનેટ મારફતે કરેલ છે આ કોમેન્ટ કરનાર શખ્સ સામે ફોજદારી ધારા અને સાઇબર ક્રાઇમનો ભંગ કરેલ હોય તાકીદે કાર્યવાહી કરવા માંગણી સાથે અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગ જવાની ચીમકી આપતા આવેદન પત્રો આપવામાં આવેલ છે જેમાં ક્ષત્રીય સમાજના પ્રમુખ અને હોદેદારો સહીત બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)