સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

મેંદરડાઃ મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા મામલતદારને આવેદન પાઠવાયુ

નવા મેનુમાં બે ટાઇમ રસોઇ કરવાથી મહેનતાણુ વધારવા માંગ

મેંદરડા તા. ર૯ :..  મધ્યાહન ભોજનના નવા મેનુ પ્રમાણે  ભોજન બનાવતા સંચાલકો રસોયા અને મદદનીસને જુના માનદ વેતન પ્રમાણે જુના વેતન આપતા હોવાથી પરવડતુ ના હોય જેથી નવા મેનુની અમલવારીનો બહીસ્કાર કરી મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતું પ્રમુખ ભરતભાઇ વેગડ, મંત્રી મનસુખભાઇ ચૌહાણ તેમજ સંચાલકોએ જણાવ્યું હતું કે, જો આગળ કોઇ કાર્યવાહી તેમજ માનદ વેતનમાં ફેરફાર નહી કરવામાં આવે તો તા. ૧-૭-૧૮ થી તમામ મેંદરડા તાલુકાના મધ્યાહન ભોજનના  કેન્દ્રો બંધ કરવામાં આવશે.

બહેનોનો લોકોમાં ફોટો લેવા માટે મોકલેલ છે. પીનાબેન નીમાવત, તૈરયા નીતાબેન, બગથરીયા કિરણબેન, સોલંકી અસ્મીતાબેન દ્વારા જણાવામાં આવ્યુ હતું કે, નવા મેનુમાં રસોયાને બે વખત જમવાનું બનાવુ પડે છે. સવારે થેપલા શુકીભાજી તેમજ બીજી વખત પાછો નાસ્તામાં ચણા ચાટ પણ બનાવામાં આવે છે.

વર્તમાન સમયમાં સામાન્ય પ૦ માણસ ના રસોડા માટે રસોયા બહેનોને ૪૦૦ થી પ૦૦ રૂ. રોજ લેતા હોય ત્યારે મધ્યાહન ભોજનના રસોયા મદદનીશને મફતમાં કામ કરાવી લેવામાં આવતુ હોય એવુ લાગે છે.

તેમજ જુના મેનુમાં છોકરાઓને ૧ વખત જમવાનું આપવામાં આવતુ હતું. તેમજ હવે નવા મેનુ પ્રમાણે છોકરાઓને બે વખત  જમવાનું બનાવીને આપવુ પડે છે. ૧ વખત જમવાનું અને ૧ વખત નાસ્તો આપવાનો રહે છે.

જુના મેનુ કરતા નવુ મેનુ આવતા જે સમય જુના મેનુમાં આપવો પડતો એના કરતા નવા મેનુ માં સંચાલક તેમજ રસોયા તેમજ મદદનીશને સવારે ૮ થી લઇ સ્કુલનો સમય પુરો થાય ત્યાં સુધી રોકાવુ પડે છે.

તેથી નવા મેનુ મુજબ મહેનતાણુ વધારો  કરવા માગણી કરી હતી.

તેમજ મધ્યાહન ભોજનના પરીપત્ર પ્રમાણે સંચાલકોએ પંદરના ખર્ચે કોઇપણ વસ્તુ ખરીદવાની ન હોય તેવુ મધ્યાહનના પરીપત્રમાં જણાવેલ છે.

તો પણ મધ્યાહનના સંચાલકોના આવા નાના એવા પગારમાં લોકો હેરાન થાય છે.  ૩ મહીનાથી માનદ વેતન મળેલ નથી. તેમજ સંચાલકોને ઘરના પૈસે છોકરાઓને જમવા માટે કેન્દ્ર ચલાવામાં આવે છે.

રસોયાને ૧૪૦૦ રૂ. આપવામાં આવે છે. તો રોજના રૂ. ૧૪૬.૬૬ રૂ. થાય ૪૬ રૂ.માં આખો દિવસ કાઢવો પડે છે. તેમજ નવા મેનુમાં બેવાર જમવાનું બનાવુ પડે છે.

સંચાલકના ૧૬૦૦ રૂ. ફકત એક દિવસના પ૩.૩૩ પૈસા રોજના, મદદનીશને ૧૬.૬૬ રૂ. દરરોજનું વેતન મળે છે. સરકારશ્રીના નિયમ મુજબ લઘુતમ વેતન પણ મળતુ નથી.

(11:32 am IST)