સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

ગોંડલમાં સિમેન્ટ રોડ બન્યા'ને વાહન ચાલકોએ પણ વધારી ગતિ... 'સ્પીડ બ્રેકર'ની લગામ જરૂરી

કોઇ ગંભીર અકસ્માત સર્જાય એ પહેલા જ યોગ્ય કરોઃ શહેરીજનોની લાગણી-માંગણી

ગોંડલ તા. ર૯: અહીંયા સિમેન્ટ રોડ બનતાની સાથે જ ઘણા વાહન ચાલકોની ગતિમાં પણ એકાએક વધારો થઇ જતાં શહેરીજનોને અકસ્માતની ભીતી સતાવી રહી છે... ગતિ નિયંત્રણ માટે 'સ્પીડ બ્રેકર'ની લગામ જરૂરી હોવાનું સૌ માની રહ્યા છે.

આ અંગે લોકમુખે ચર્ચાતી વિગતોનુસાર ગોંડલમાં સીમેન્ટ રોડ બન્યા બાદ માતેલા સાંઢની જેમ વાહન ચાલકો ફુલ સ્પીડમાં હંકારતા હોવાથી રોડ ઉપર પગપાળા જતા નાગરીકો સતત ભયમાં હોય છે.

કહેવાય છે કે, સીમેન્ટ રોડમાં વાહનો પણ અવારઅનવાર સ્લીપ થાય છે. તો વધુ સ્પીડમાં હોવાથી કોઇ આડુ ઉતરે ત્યારે તુરંત બ્રેક પણ લાગતી નથી... વાહન ચાલકોની ગતિ નિયંત્રણ કરવા શહેરમાં તમામ રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ છેલ્લા ઘણા સમયથી હોવા છતાં પણ પાલિકા દ્વારા દાખવાથી નિષ્ક્રિયતા સામે વિરોધ વંટોળ ઉઠવા લાગ્યો છે.

એમાંયે સ્કુલ પાસે વિદ્યાર્થીઓની સતત અવરજવર રહેતી હોવાથી દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. તો ોકઇ માનવ જીંદગીનો જીવ હોમાય તે પહેલા સત્વરે યોગ્ય કરવું જરૂરી છે.

(11:26 am IST)