સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

કોટડા સાંગાણીના મંદીરની જગ્યામાં નૃસિંહ મંદીર ટ્રસ્ટ નું નામ દાખલ કરવા સીટી સર્વે : સુપ્રિ. નો આદેશ

રાજકોટ તા. ૨૯ : કોટડા સાંગાણી ગામે મંદિરની જગ્યામાં નૃસિહ મંદિર ટ્રસ્ટનુ નામ  દાખલ કરવા સીટી સર્વે સુપ્રીટેન્ડ શ્રી એ હુકમ કર્યો હતો.

આ કેસની વીગત એવી છે કે , શ્રી નૃસિંહ મંદીર ટ્રસ્ટ કોટડા સાંગાણીના નામથી ચેરીટી કમિશ્નરશ્રી, રાજકોટ સમક્ષ નોંધાયેલ ટ્રસ્ટ ની માલીકી ની મિલકત રાજકોટ  જિલ્લાના કોટડા સાંગાણીના જુના ગામતળમાં જમીન ચો.વા ૫૭૩-૧-૧૩ જે. ચો.મી. ૪૪૩ - ૬૪ સહીતની આવેલ છે. સદરહું મિલકત શ્રી નૃસિંહ મંદીર, કોટડા સાંગાણી વતી કાર્યવાહી કમિટિ સભ્યો મગનલાલ કાળીદાસ વગેરેએ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ  થી ખરીદ કરેલ હતી.

ત્યારબાદ ચેરીટી કમિશ્નર શ્રી , રાજકોટ  સમક્ષ સદરહું  ટ્રસ્ટની નોંધણી કરાવેલ અને સદરહું મિલ્કત સાર્વજનીક ટ્રસ્ટ ના રજીસ્ટરમાં નોંધાયેલ છે. સદરહુંં મિલ્કત જર્જરીત થઇ ગયેલુ હોય નવું બાંધકામ કરવા હાલના ટ્રસ્ટીઓ નક્કી કરતા તે માટે પ્રોપર્ટી કાર્ડની જરૂરીયાત  હોવાથી તેની ખરી નકલ માંગતા સદરહું મિલ્કત કોટડા સાંગાણી ના સીટી સર્વે નં. ૧૬૫૫ ના પ્રોપર્ટી કાર્ડમાં મનસુખલાલ ત્રિભોવન ભટ્ટનું નામ દાખલ થયાની જાણ થતા ટ્રસ્ટી ધર્મેશભાઇ અરૂણભાઇ ભટ્ટે  રાજકોટના નાયબ. કલકેટર સમક્ષ અપીલ દાખલ કરેલ.

અપીલમાં ટ્રસ્ટી શ્રી ધર્મેશભાઇ અરૂણભાઇ ભટ્ટે એવી રજુઆત કરેલ કે સદરહું મિલ્કત શ્રી નૃસિંહ મંદીર , સાર્વજનિક ટ્રસ્ટની  માલિકીની  આવેલ છે.  અને સાર્વજનીક ટ્રસ્ટના રજીસ્ટરમાં પણ ટ્રસ્ટની મિલ્કત  તરીકે નોંધાયેલ છે.  પ્રોપર્ટી કાર્ડમાં  મનસુખલાલ ત્રિભોવન ભટ્ટનુ નામ દાખલ કરવા માટે કોઇ દસ્તાવેજી આધાર પુરાવા  રજુ થયેલ ન હોવા  છતા શરતચુકથી કાયદાની જોગવાઇ વિરુધ્ધ નામ દાખલ થયેલ હોય સદરહું મિલ્કતના પ્રોપર્ટી કાર્ડમાં મનસુખલાલ ત્રિભોવન ભટ્ટનું નામ રદ્દ કરી શ્રી નૃસિંહજી મંદીર, કોટડા સાંગાણી નું નામ દાખલ કરવા રજુઆત કરેલ હતી.

આ અપીલમાં શરદભાઇ બલવંતરાય ભટ્ટે પક્ષકાર તરીકે જોડાવા અરજી કરેલ. ટ્રસ્ટ વતી રજુઆત કરવામાં આવેલ કે મનસુખલાલ ત્રિભોવન ભટ્ટના કાયદેસર ના વારસદાર ન હોય તેઓને કોઇ વ્યકિતગત હિત ન હોય તેઓએ પક્ષકાર તરીકે  જોડી શકાય નહિ. ટ્રસ્ટીની રજુઆત અને રેકર્ડ ઉપર પુરાવા ધ્યાને લઇ શ્રી  નાયબ કલેકટરે શશરદભાઇને પક્ષકાર તરીકે જોડેલ નહિ  અને ટ્રસ્ટની અપીલ અશતઃ ગ્રાહય રાખી કોટડા સાંગાણી  ગામના સીટી સર્વે નં. ૧૬૫૫ના પ્રોપર્ટી કાર્ડમાં સુધારો થવા નવેસરથી નિયમોનુસાર કાર્યવાહી કરવા કેસ રિમાન્ડ કરેલ.

સીટી સર્વે સુપ્રીન્ટેન્ડ શ્રી કોટડા સાંગાણીએ નાયબ કલેકટર ના હુકમ અન્વયે  કેસ ફરી ઓપન કરેલ અને તેમાં શરદભાઇ બલવંતરાય ભટ્ટે ફરી રજુઆત કરેલ અને વીલથી પોતાને હક્ક આપેલ હોવાનું જણાવેલ તથા સને ૧૯૭૫માં ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પુજારી - કમ - મેનેજર  મનસુખલાલ ત્રિભોવન  ભટ્ટને દુર કરવા અને મિલ્કતનો કબજો મળવા દિ.કે.નં. ૧/૧૯૭૫ થી કરેલ દાવાનું જજમેન્ટ રજુ કરેલ  જે દાવામાં કોર્ટે એવુ  ઠરાવેલ કે પુરાવો જોતા મનસુખલાલ ત્રિભોવન ભટ્ટ મેનેજર નથી કે ટ્રસ્ટી નથી. માત્ર પુજારી અને ટ્રસ્ટના કર્મચારી છે અને મંદિરમાં પુજા કરે ત્યા સુધી અને ટ્રસ્ટીઓને સંતોષ થાય ત્યા સુધી રહી શકે. આ રીતે મનસુખ લાલ ત્રિભોવન ભટ્ટ ટ્રસ્ટના કર્મચારી તરીકે પુજારી હોય તેને ટ્રસ્ટની મિલ્કતમાં  કોઇ હક્ક નથી. ટ્રસ્ટની ઈચ્છા પ્રમાણે ટ્રસ્ટના મંદિરના પુજારી રાખી શકે છે. પુજારી મંદિરની પવિત્રતા જળવાઇ નહિ તેવી પ્રવૃતિ કરે તો ટ્રસ્ટ તેને દુર કરી શકે  પુજારી ટ્રસ્ટનો માલિક બની શકે નહિ. પુજારી પુજા કરવા માટે પોતાના વારસદાર નીમી શકે નહી કે વીલથી પુજા કરવાનો હક્ક કોઇને  આપી શકે નહી કારણ કે તે માત્ર ટ્રસ્ટનો કર્મચારી છે. જેથી રેકર્ડ પરના પુરાવાઓ ધ્યાને લેતા સદરહું મિલ્કતશ્રી નૃસિંહ મંદીર ટ્રસ્ટ કોટડા સાંગાણી ની હોવાનુ સાબીત થયેલ. જેથી શરદભાઇ બલવંતરાય ભટ્ટના વાંધા રદ્દ કરી સદરહું સીટી સર્વે નં.૧૬૫૫ વાળી ૪૪૩.૬૪ ચો.મી. મિલ્કતમાં  મનસુખલાલ ત્રિભોવન ભટ્ટનું નામ મી કરી શ્રી નૃસિંહ મંદીર ટ્રસ્ટ , કોટડા સાંગાણીનું ના દાલ કરવા હુકમ કરેલ અને સતા પ્રકાર એફ આપવા ઠરાવેલ હતો.

આ કેસમાં શ્રી નૃસિંહ મંદીર ટ્રસ્ટ, કોટડા સાંગાણી તરફે એડવોકેટ જી.એલ. રામાણી, સુરેશ સાવલીયા , દીપાબેન પી. શુકલ, ડી.પી. ભટ્ટ, ભરત ભાલારા, હરેન્દ્રસિંહ જાડેજા રોકાયેલા હતા.

(11:26 am IST)