કોટડાસાંગાણી ગોંડલ ના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાંથી માંડી ને 3 ઇંચ વરસાદ
રાજકોટ: આજે સાંજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવો ભારે વરસાદ વરસ્યો હતો રાજકોટ નજીકના કોટડાસાંગાણીના રામોદ,સતાપર,સાંઢવાયા,કરમાળ કોટડા સહિતના ગામો 2 ઈંચ વરસાદ પડ્યો હતો આ વરસાદ ગોંડલ પંથક ના શ્રીનાથગઢ, કમઢીયા, કેશવાળા અને ધરાળા દેરડી કુંભાજી રાણસીકી વિંજીવડ મેતા ખંભાળીયા મોટી ખીલોરીકમઢીયા સહિતના ગામમાં બેથી 3ઈંચ વરસાદ પડ્યો છે : ભારે વરસાદને પગલે વોંકળા,ચેકડેમો મા પાણી આવ્યા હતા જેના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. : આ ઉપરાંત ગોંડલના શ્રીનાથગઢ,કમઢીયા - કેશવાળા સહિતના ગામોમાં હળવો ભારે વરસાદ વરસ્યો છે જ્યારેગોંડલ શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી ઝાપટા વરસ્યા હતા : વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારો માં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો વરસાદના કારણે બફારામાંથી રાહત મળી છે