સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 29th May 2023

ભાયાવદરમાં ૧.૪૪ લાખનું જીરૂ ચોરનાર બે શખ્‍સોને એલસીબીએ ઝડપી લીધા

પકડાયેલ અમીત અગાઉ વાડીમાં કામ કરતો હોય પ્રકાશ સહિત ત્રણને બોલાવી જીરૂનો જથ્‍થો ચોરી વેચી નાંખ્‍યો‘તો : ર.રપ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ, તા. ર૯ :  ભાયાવદરની સીમમાંથી ૧.૪૪ લાખના જીરૂના જથ્‍થાની ચોરી કરનાર બે શખ્‍સોને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા જયારે ચોરીમાં સામેલ અન્‍ય બે શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

 ભાયાવદર ગામની પડવલા રોડ પર આવેલ ફરીયાદી મહેન્‍દ્રભાઇ ચંદુભાઇ ખાંટ જાતે પટેલ રહે. ભાયાવદર સ્‍વામીનારાયણ મંદીરની બાજુમાં શિક્ષક સોસાયટી મુળ રહે. જામવાડી તા. જામજોધપુર ની પુંજાભાઇ ભુરાભાઇ ચાવડાની ની સાઇખે વાવવા રાખેલ વાડીએ ઓરડોના તાળા સહીતનો નકુચો તોડી તેમાં રાખેલ જીરૂ આશરે ૧૮ મણ કી.રૂ. ૧,૪૪,૦૦૦/ની કીમત નું કોઇ અજાણ્‍યા ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ થઇ હતી.

દરમિયાન પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડઓએ ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ સીમ ચોરીનો વણશોધાયેલ ગુનો તાત્‍કાલીક શોધી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય.જે અન્‍વયે એલ.સી.બી.પો.ઈન્‍સ.. વી. વી. ઓડેદરા ની રાહબરી હેઠળ પો.સબ.ઇન્‍સ ડી.જી.બડવા સ્‍ટાફના માણસો સાથે  પેટ્રોલીગમાં હતા. જે દરમ્‍યાન પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.હેડકોન્‍સ. શકિતસિંહ જાડેજા, તથા વાસુદેવસિહ જાડેજા , તથા પો.કોન્‍સ. કૌશિકભાઇ જોષી તથા મહેશભાઇ સારીખડાઓને મળેલ સંયુકત  રીતે ખાનગી હકિકત મળેલ કે આ ગુન્‍હામાં આરોપીઓ હાલ ગુન્‍હામાં વાપરેલ વાહન ભાર વાહક રિક્ષા ભાયાવદર ખારચીયા રોડ પર આવેલ નિલકંઠ મહાદેવના મંદીર પાસે હોવાની હકીકત મળતા એલ.સી.બી. ટીમ સાથે હકીકત વાળી જગ્‍યાએ જતા. હકીકત વાળી ભારવાનહક રિક્ષા માં બે ઇસમો મળી આવતા તેમજ તેના નામઠામ પુછતા તેમજ તેની અંગ ઝડતી કરતા તેમના પાસેથી કુલ રોકડા રૂપિયા  ,૧૫,૮૦૦/ મળી આવેલ હોય જે રોકડા રૂપિયા બાબતે પુછતા ગઇ તા.૧૨/૦૫ ના રોજ બન્ને ઇસમો (૧) અમિત ઉર્ફે ભૂમો અશોકભાઈ પરમાર રહે. ભાયાવદર તથા (૨) પ્રકાશ ઉર્ફે કાનો હરદાસભાઇ સોલંકી રહે. ભાયાવદર વાળાએ    અન્‍ય બે શખસો સાથે મળી ફરીયાદીની વાડીએ ઓરડોનો નકુચો તોડી ઓરડીમાં રાખેલ જીરાની કુલ ૮ ગુણી તેના હવાલા વાળી ભારવાહક રિક્ષામાં ચોરી કરી ભરી જેતપુર માર્કેટીંગ યાર્ડમાં વેચી નાખેલ હોય તે રૂપિયા હોવાની જેવી કબુલાત આપેલ હોય તેમજ તેના પાસેથી મળી આવેલ ભારવાહક રિક્ષા પણ આજ ગુન્‍હામાં વપરાયેલ હોવાનું જણાવેલ હોય જેથી બન્ને ઇસમોને ચોરીના મુદામાલ સાથે પકડો ભાયાવદર પોલીસના હવાલે કરાયા હતા. તેમજ ચોરીમાં સામેલ અન્‍ય બેની શોધખોળ હાથ ધરાઇ છે.

 રૂરલ ક્રાઇમ બ્રાંચે બન્ને પાસેથી રોકડા રૂપિયા ૧,૧૫,૮૦૦/-, ભારવાહક રિક્ષા કી.રૂ. ૧૦૦૦૦૦/- તથા  મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૧૦,૦૦૦/-  મળી કુલ મુદામાલ રૂપિયા ૨,૨૫,૮૦૦/-નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

આ કાર્યવાહી રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.સબ.ઇન્‍સ. એચ.સી.ગોહિલ , પો.સબ.ઇન્‍સ જે.યુ.ગોહિલ, એ.અસ.આઇ., મહેશભાઇ જાની , ધર્મેશભાઇ બાવળીયા, નીલેષભાઇ ડાંગર ,દિવ્‍યેશભાઇ સુવા, વીરરાજભાઇ ધાધલ, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, તથા ડ્રા.પો.કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ સહિતનાએ કરી હતી.

(2:19 pm IST)