સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 29th May 2023

અમરેલીમાં ‘‘કાનજી ભુટા બારોટ બોડિંગ''ના ભૂમિપૂજન અંતર્ગત કાલે રાત્રે ભવ્‍ય લોકડાયરો

બારોટ સમાજ ટ્રસ્‍ટ, અમરેલી દ્વારા નિર્મિત :કલાકારો લક્ષ્મણબાપુ બારોટ, જીજ્ઞેશ કવિરાજ (બારોટ), ઉમેશ બારોટ, ગુલાબદાન બારોટ, રાકેશ બારોટ, નીશા બારોટ, શિતલ બારોટ, નિતિન બારોટ, જયેશ બારોટ અને કમલેશ બારોટ રમઝટ બોલાવશે : ‘કાનજી બાપાના સિતારને એક કલાના કસબીએ ઝણઝણાવ્‍યો છે'' : બારોટ સમાજ ટ્રસ્‍ટ, અમરેલી

અમરેલી તા. ૨૭: બારોટ સમાજ ટ્રસ્‍ટ, અમરેલી આયોજિત ખેડૂત તાલીમ ભવન, લીલીયા બાયપાસ, લીલીયા રોડ, ફાર્મ હાઉસ સામે, અમરેલી ખાતે સુપ્રસિધ્‍ધ લોકવાર્તાકારશ્રી  કાનજી ભુટા બારોટ ર્બોડિંગના લાભાર્થે તા. ૩૦ના રોજ રાત્રીના ૯-૦૦ કલાકે ભવ્‍ય લોકડાયરો યોજાશે.

આ લોકડાયરાના કલાકારો લક્ષ્મણબાપુ બારોટ, જીજ્ઞેશ કવિરાજ (બારોટ), ઉમેશ બારોટ, ગુલાબદાન બારોટ, રાકેશ બારોટ,નીશા બારોટ, શિતલ બારોટ, નિતિન બારોટ, જયેશ બારોટ અને કમલેશ બારોટ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય લોકડાયરાનું પણ આયોજન કરેલ છે. આ સમગ્ર ડાયરાના આયોજનનો સંપૂર્ણ યશ સુપ્રસિધ્‍ધ ગાયિકા  નીશાબેન બારોટને ફાળે જાય છે.

આ બોડિગને શિક્ષણના માધ્‍યમ માટે પ્રોત્‍સાહિત કરતા સુપ્રસિધ્‍ધ હાસ્‍યકલાકાર અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીએ બોડિંગનું પોતાનું નહી રાખતા એક કલા કસબીનું નામ આપવા રૂા. રપ લાખનું દાન તો દીધુ પણ સાથે સાથે કાનજી ભુટા બારોટનુ નામ પણ દીધું. ડો.જગદીશભાઈની સરળતાને સલામ છે.અમરેલી બારોટ સમાજ ટ્રસ્‍ટની સરળ કામગીરી જોઈને, બારોટ સમાજના વિદ્યાર્થીઓ માટે બોડિંગ બનાવવની વાત કરી તો તુરત જ ડો.જગદીશભાઈએ રૂ&. રપ લાખ આપવાની જાહેરાત સાથે એડવાન્‍સ રૂા. પાંચ લાખનો ચેક પણ ટ્રસ્‍ટીઓને આપી દીધો હતો. આ અનુદાનના નાણાં બોર્ડિંગનું કામ જેમ જેમ પુરૂ થતું જશે તે રીતે હું પાંચ તબકકે પુરા કરી આપીશ તેમ જણાવ્‍યું હતું. સાથો સાથ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા શરત પણ એવી રાખી કે, સમગ્ર બારોટ સમાજ ગૌરવ લઈ શકે તેમ,બારોટ બોડિંગનું નામ એક જળની પેઢીના વાર્તાકારનું નામ કાયમ ચિરંજીવી રહે તેવા રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા લોકવાર્તાકારશ્રી જેને વાતુંનો વડલો કહી શકાય તવા કાનજી ભુટા બારોટ ર્બોડિંગ નામ આપવું. બસ આટલી જ શરત છે.તેમ વધુમાં જણાવ્‍યું હતું.

હાસ્‍ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરતાં શ્રી નારણભાઈ લગધીરે આ તકે જણાવ્‍યું હતું કે, કાનજીબાપાના સિતારને એક કલાના કસબીએ ઝણઝણાવ્‍યો છે ત્‍યારે અમારી છાતી પણ ગજગજ ફૂલે છે. પ્રમુખ રાજુભાઈ રેણુકાએ ડો. જગદીશભાઈ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી. તેમ નારણભાઈ લગધીર, બારોટ સમાજ ટ્રસ્‍ટ,અમરેલી (મો.૯૭ર૩૭૫૧૨૦૦) એ જણાવ્‍યું છે.

(2:02 pm IST)