સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th May 2022

બી.એસ.એફ.એ દેશની સીમાઓની પવિત્રતા જાળવી રાખવા જીવન પર્યંત કર્તવ્ય નિભાવ્યું છે: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ઓખા- દ્વારકાની કોસ્ટલ પોલીસની રાષ્ટ્રીય અકાદમી ની મુલાકાત લઇ જવાનો સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે ઓખા- દ્વારકાની કોસ્ટલ પોલીસીંગની રાષ્ટ્રીય અકાદમીની મુલાકાત લીધી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી ની સાથે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લા ઉપસ્થિત રહ્યા હતા.

   આ પ્રસંગે બીએસએફના મહાનિર્દેશક શ્રી પંકજકુમાર સિંહ અને ગુજરાત બીએસએફના મહાનિરીક્ષક શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

 આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે બીએસએફના જવાનો સાથે સંવાદ કરી બી.એસ.એફ ગુજરાત ફન્ટીયર અને નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પુલીસિંગ દ્વારા પ્રતિકૂળ મોસમી પરિસ્થિતિ અને ભૌગોલિક ચુનૌતી  પ્રસ્તુત કરતા ભુખંડ પર તટીય પોલીસ કર્મચારીઓને આવશ્યક પ્રશિક્ષણ પ્રદાન કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરી હતી.

   શ્રી અમિતભાઈ શાહે વધુમાં કહ્યું કે દેશની સીમાઓની પવિત્રતા બનાવી રાખવાની સાથે સોંપવામાં આવેલી દરેક જવાબદારીને બીએસએફએ સદૈવ સમર્પિત ભાવ સાથે પોતાના ધ્યેય વાક્ય જીવન પર્યત કર્તવ્યની જેમ નિભાવી છે. વિશેષ અવસરો પર કાર્ય કુશળતાને સિદ્ધ કરી છે.

  તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નેશનલ એકેડેમી ભવિષ્યમાં દેશના રાજ્યો ની મરિન પોલીસને ઉચ્ચ પ્રશિક્ષણ પ્રદાન કરશે.

તેઓએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશની દરિયાઈ  સલામતી ને વધુ સુદ્રઢ બનાવી રહયા  છીએ.

   ગુજરાત બીએસએફના મહાનિરીક્ષકશ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલેકે  કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને માહિતી આપતા કહ્યુ કે આ અકાદમી સ્થાપિત કરવાની જવાબદારી ના છ મહિનામાં અહીં આધારભૂત માળખું તૈયાર કરવામાં આવ્યું અને મરિન પોલીસ ફાઉન્ડેશન કોર્સનું સંચાલન કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં સાત કોષ ના માધ્યમથી તટીય રાજયો ગુજરાત ,મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા ,પશ્ચિમ બંગાળ, દમણ દીવ, લક્ષદીપ, અંડમાન નિકોબાર ,પુન્ડુચેરી,ગુજરાત કસ્ટમ ,બીએસએફ, સીઆઇએસએફ ના ૪૨૭ પોલીસ કર્મચારીઓને પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવ્યું છે. અંતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે  બીએસએફના મહાનિર્દેશક અને ગુજરાત બીએસએફના મહાનિરીક્ષકને ધન્યવાદ પાઠવી તેમના નિરંતર પ્રયાસોની સરાહના કરી દેશવાસીઓ- ભારત સરકાર તરફથી સીમા પ્રહરીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

(6:35 pm IST)