સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

ધોરાજી ખાતે સીપીઆઇ કચેરીના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં ધારાસભ્ય લલિત વસોયાનું નામ હોવાથી સર્જાયો વિવાદ

ધારાસભ્યએ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રોટોકોલ અધિકારીને ફરિયાદ કરી : કાર્યક્રમના બહિષ્કારની ચીમકી

ધોરાજીમા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ઓફીસના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમા ધારાસભ્ય લલિત વસોયાનુ નામ હોવાથી મોટો વિવાદ સર્જાયો છે

પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યનુ નામ આમંત્રણ કાર્ડમા હોવું જરૂરી છે..છતાં પણ નામ નહીં હોવાથી પ્રોટોકોલનુ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ધારાસભ્યએ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રોટોકોલ અધિકારીને ફરિયાદ કરી છે.

વધુમાં ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે કે જો ફરી નવા આમંત્રણ કાર્ડ નહિ બનાવવામાં આવે તો રવિવારના કાર્યક્રમનો બહિષ્કાર કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

(12:09 am IST)