સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ધોરાજી તાલુકાના ચિચોડ ગામ ખાતે કોરોના નો વધુ એક કેસ : શહેર અને તાલુકામાં કુલ સાત કેસ પોઝિટિવ

ધોરાજી::: તાલુકાના ચીચોડ ગામે પટેલ મહીલા  ને  કોરોના પોઝીટીવ રીપોટ આવતા સારવાર મા હોસ્પિટલ ખસેડાયેલા છે

આ અંગે જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજી ના ચીચોડ ગામે બરોડા થી આવેલ 50 વષીય મહીલા ભારતીબેન લાખાણી ને કોરોના પોઝીટીવ રીપોટ આવતા સારવાર મા હોસ્પિટલ ખસેડાયેલા છે ચીચોડ ગામે પટેલ મહીલા ને કોરોના પોઝીટીવ આવતા નાયબ કલેક્ટર મામલતદાર પોલીસ આરોગ્ય વિભાગ ની ટીમો દોડી જઈ ને તકેદારી સાવચેતી ના પગલા ઓ ભરવા તજવીજ હાથ ધરાઈ રહી છે.

ધોરાજી શહેર અને તાલુકામાં કુલ સાત કેસ પોઝિટિવ નોંધાયા છે

(10:11 pm IST)