સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ધોરાજીમાં પુત્રને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પિતાને પણ કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ : સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

 ધોરાજી: ધોરાજીના જેતપુર રોડ આરોગ્ય શાખા બ્લોક હેલ્થ ઓફિસ ની સામે જ કોરોના પોઝિટિવ આવતા તંત્ર ધંધે લાગી ગયું હતું અને ધોરાજીમાં કુલ છ કેસ નો વ્યાપ વધ્યો છે પુત્ર ધોરાજી માંથી હોમકોરોન્ટાઇન હતો ત્યારે તેમના પિતાના ઘરેથી જામકંડોરણા તાલુકાના રાયડી ગામ ખાતે સસરાને ઘેર જતો રહ્યો હતો અને ત્યાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચોથા દિવસે ધોરાજીમાં પિતાને  પણ કોરોના પોઝિટિવ કેસ આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના જેતપુર રોડ ખાતે તાલુકા આરોગ્ય શાખા ની ઓફિસ બ્લોક હેલ્થ ઓફિસ ની સામે જ રહેતા પટેલ નવીનભાઈ ગોરધનભાઈ ઉઘાડ ઉંમર વર્ષ 45 ને રાજકોટ ખાતે પોઝિટિવ આવતા ધોરાજીમાં તંત્ર ધંધે લાગ્યું હતું

જે અંગે મળતી માહિતી મુજબ આજથી ચાર દિવસ પહેલા સુરતથી આવેલ ગિરીશ નવીનભાઈ ઉંધાડ જેવો ધોરાજી જેતપુર રોડ ખાતે આવેલ તેમના પિતાના ઘરે આવતા આરોગ્ય તંત્રે તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ બાદ ગિરીશ તેમના ઘરેથી જામકંડોરણા તાલુકાના રાયડી ગામ ખાતે તેમના સસરાના ઘેર જતો રહેલ અને રાજકોટ ખાતેથી સેમ્પલ કોરોના પોઝિટિવ આવતા જામકંડોરણા મામલતદાર પ્રવીણભાઈ ખરાડી તેમજ આરોગ્ય ટીમ અને પોલીસ ટીમ દ્વારા ગીરીશભાઈ ઉંધાડને તાત્કાલિક રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ બાદ આજે શુક્રવારના રોજ તેમના પિતા નવીનભાઈ ઉંધાડ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સમરસ હોસ્ટેલ ખાતે થી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ હતા

જે સમાચાર ધોરાજી ખાતે આવતા તાત્કાલિક અસરથી ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મીયાણી જેતપુરના ડેપ્યુટી એસપી સાગર  બાગમાર. મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશી તેમજ આરોગ્યની ટીમ ધોરાજીના જેતપુર રોડ ખાતે દોડી ગઇ હતી અને તાત્કાલિક અસરથી આજુબાજુ વિસ્તારના ૧૬ જેટલા લોકોને ગોંડલ સુરજ મુછાળા પોલિટેકનિક કોલેજ ખાતે સરકારી હોમ કોરોન્ટાઇન માટે લઈ જવામાં આવ્યા હતા અને ધોરાજીમાં જેતપુર રોડ નો અમુક વિસ્તાર બફર ઝોન માટે જિલ્લા કલેકટર જાહેર કરે તે બાબતે બ્લોક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ સાથે ગોંડલના ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલ તેમજ ગોંડલના મામલતદાર રાજેન્દ્રસિંહ જાડેજા તાલુકા મામલતદાર ચુડાસમા તેમજ ડેપ્યુટી મામલતદાર કોરાટે ભાઈ વિગેરે તાત્કાલિક ગોંડલ બાયપાસ હાઈવે ખાતે આવેલ સુરજ મુછાળા પોલિટેકનિક કોલેજ ખાતે દોડી ગયા હતા અને તાત્કાલિક અસરથી સરકારી હોમ કોરોન્ટાઇન ઉભું કરવામાં આવ્યું હતું

જે અંગે ડેપ્યુટી કલેક્ટર રાજેશ હાલ એ જણાવેલ કે સુરજ મુછાળા પોલિટેકનિક કોલેજ ખાતે તાત્કાલિક અસરથી નવું સરકારી હોમ કોરોન્ટાઇન ઉભુ કરવામાં આવેલ છે જેમાં ૯૨ જેટલાં ભાઈ બહેનો અને બાળકો અને સરકારી હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે રાજકોટ ખાતે ફૂલ થઇ જતા ગોંડલ ખાતે નવું ઉભુ કરવામાં આવેલ છે જેમાં આજે ધોરાજીમાં થી 16 ઉપલેટામાં થી ૭ જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ખાતેથી 15 અને ગઇકાલના 54 કુલ ૯૨ જેટલાં ભાઈ બહેનો અને બાળકો ગોંડલ સુરજ મુછારા પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે અને અહીં દરરોજ સવારે તમામને ચા નાસ્તો તેમજ યોગા આયુર્વેદિક ઉકાળા હોમયોપેથીક દવા અને બપોરે અને સાંજે જમવાનો તેમજ મેડીકલ ટીમ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

 

(9:12 pm IST)