સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

કચ્છની એક મહિનાની બાળકીએ કોરોનાને હરાવ્યો, આજે વધુ ૧૪ સાજા થયા

(ભુજ) કચ્છના ભચાઉના કટારીયા ગામની ૩૦ દિ'ની નાનકડી દીકરી હિરવા સુમિત ડુંબરીયાએ કોરોનાને હાર આપી છે. 

આદિપુરની હરીઓમ હોસ્પિટલમાંથી આજે ભચાઉના ૧૦ અને રાપરના ૪ એમ કોરોનાના ૧૪ દર્દીઓને રજા અપાઈ છે.  

કોરોના પોઝિટિવના આ દર્દીઓ સાજા થતાં તેમને ડીડીઓ પ્રભવ જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર અને હરિઓમ હોસ્પિટલના ડો. અંજુ રાની સહિતના તબીબ તેમ જ મેડિકલ સ્ટાફે આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

(5:32 pm IST)