સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

જામનગર એચડીએફસી બેન્કમાં સ્ટેબિલાઇઝર ફાટતા અફડાતફડી

જામનગરઃ પાર્ક કોલોની વિસ્તારમાં આવેલી એચડીએફસી બેંકમાં સ્ટેબિલાઇઝર ફાટતા અફડા તફડી મચી ગઇ હતી અને ફાયરબ્રિગેડનો કાફલો આ અંગે જાણ થતાં જ દોડી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઇ જ નુકશાની થઇ નથી. માત્ર સામાન્ય આગ જ લાગી હતી. જે આગને ફાયરબ્રિગેડ દ્વારા કાબુમાં લઇ લેવાઇ હતી.(તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)

(1:04 pm IST)