સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ઓનલાઇન 'વિનોદ સપ્તાહ'માં જાણીતા સાહિત્યકારોની જમાવટ

ભાવનગર તા. ૨૯ : લોકડાઉનને કારણે ઓન લાઈન પ્રોગ્રામનો જમાનો આવ્યો છે. સુપ્રસિદ્ઘ હાસ્યલેખક વિનોદ ભટ્ટની પુણ્યતિથિ નિમિત્ત્।ે ગાંધીનગરની સાહિત્યસભા આયોજિત ઙ્ગતા. ૨૩થી ૨૯ મે દરમિયાન 'વિનોદ સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું પ્રસારણ bhagyeshjha યુ ટ્યુબ ચેનલ પરથી રોજ સાંજે ૫.૩૦ કલાકે કરવામાં આવે છે. તા.૨૭ ના રોજ 'તમે યાદ આવ્યા' કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જાણીતા સાહિત્યકારો એ અભિવ્યકિત કરી ત્યારે લાગ્યું કે વાયરસને હંફાવવા હાસ્યરસ કાફી છે.

કાર્યક્રમના આરંભે ભાગ્યેશ જહાએ વિનોદ ભટ્ટને સ્મરતા કહ્યું કે 'દરેક કાર્યક્રમમાં વિનોદ ભટ્ટનું અંતિમ વ્યાખ્યાન એટલે હોય છે કે એમના ચોક્કા છક્કા પછી કોઈ બેટ્સમેન(વકતા) ચાલતો નથી.' અજય ઉમટે કહ્યું કે 'ગુજરાતી સાહિત્યમાં જયોતીન્દ્ર હ. દવે પછી હાસ્યનો બળકટ સ્વર વિનોદભાઈ છે.' તુષાર શુકલએ કહ્યું કે 'વિનોદભાઈની સેન્સ ઓફ હ્યુમરને સો સલામ કરવાનું મન થાય.' પારસ પટેલે વિનોદભાઈની ઙ્ગ'સાવિત્રી -સત્યવાનની વાર્તા' અને હરદ્વાર ગોસ્વામીએ હાસ્યનિબંધ 'પોલીસનો પ્રેમપત્ર'નું ભાવવાહી શૈલીમાં વાચિકમ રજૂ કર્યું હતું. વિનોદભાઈના નાનાભાઈ ઉપેન્દ્ર ભટ્ટ અને પુત્ર સ્નેહલ ભટ્ટે ઙ્ગસંસ્મરણો વાગોળ્યા હતા.

નાટ્યકાર મનોજ જોશી, ગુણવંત શાહ, રતિલાલ બોરીસાગર, કૃષ્ણકાંત ઉનડકટ, ભરત ઘેલાણી, જય વસાવડા, રઈશ મનીઆર ઈત્યાદિ જાણીતા સર્જકોએ પણ પ્રસ્તુતિ કરી હતી. ઙ્ગસમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય થોરાત અને પ્રાર્થના જહાએ કર્યું હતું.

(11:53 am IST)