સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ઉપલેટામાં માસ્ક વગર નીકળનારા પર દંડનાત્મક કાર્યવાહી કરતી પોલીસ તથા નગરપાલીકા

ઉપલેટા,તા.૨૯: રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર જેતપુર વિભાગના માર્ગદર્શન હેઠળ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ એટલે કે કોવિદ– ૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે. આ મહામારીથી ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન ૪.૦ અમલમા છે આ વાયરસની તકેદારી બાબતના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ તથા રહેણાંક વિસ્તારના મહોલ્લા તથા સોસાયટીમા નોવેલ કોરોના વાયરસ કોવિદ – ૧૯ ને ફેલાવતો અટકાવવા માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી. આઈ. વી.એમ.લગારીયા તથા ઉપલેટા નગરપાલીકા દ્વારા સંયુકત રીતે તા.૨૯/૦૪/૨૦૨૦ થી તા.૨૭/૦૫/૨૦૨૦ દરમ્યાન જાહેરનામા મુજબ માસ્ક પહેર્યા વગર નીકળનારા લોકો પાસેથી દંડ વસુલી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી માસ્ક નહી પહેરનારના અત્યાર સુધીમા કુલ ૫૪૮ કેસો નોંધાયા છે.જેમનો કુલ રૂપીયા ૫૭,૬૦૦ નો દંડ વસુલ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામા આવેલ હતી.

(11:51 am IST)