સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

પાંચ પોઝિટિવ દર્દીઓ અને એકના મોત પછી હવે કચ્છનું દરસડી ગામ બન્યું હોટસ્પોટ

મુંબઈથી આવેલા એક પરિવારના ૪ સભ્યો સંક્રમિતઃ ૧૬ ને કવોરેન્ટાઈન કરાયાઃ ગામ કન્ટેનમેન્ટમાં

ભુજ,તા.૨૯: કચ્છમાં બહારથી આવનારાઓએ ફફડાટ મચાવી દીધો છે. અંજારના બુઢારમોરા ગામ પછી હવે માંડવીના દરસડી ગામે કોરોનાનો વિસ્ફોટ થયો છે.

 દરસડીમાં પટેલ પરિવારના એક સભ્ય ૫૨ વર્ષીય ઈશ્વર ડાહ્યાભાઈ પટેલનું કોરોનાને કારણે મોત નિપજયા બાદ એમના જ પરિવારના ૪ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે.

વધુ ૪ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ જ પરિવારના ૧૬ સભ્યોને હવે માંડવી મધ્યે કવોરેન્ટાઈન કરાયા છે. તો, દરસડી ગામમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓને પગલે ગામ કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાયું છે.

(11:46 am IST)