સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ભાવનગર જિલ્લાના પ્રથમ હરોળના કોરોના વોરીયર્સ એવા મેડિકલ, પેરા મેડિકલ સહિતના કર્મીઓને રાજયમંત્રી વિભાવરીબહેન દવેએ બિરદાવ્યા

ભાવનગર, તા.૨૯: રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા આજરોજ ભાવનગરના પ્રથમ હરોળના કોરોના વોરીયર્સઙ્ગ જિલ્લા કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રીઙ્ગ અને ફ્રન્ટ વોરિયર્સ સીધા લડાઈ લડનાર યોદ્ઘાઓઙ્ગ એવા સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલના તમામ ડોકટર્સ, નર્સ, સફાઈકર્મી, જિલ્લા તંત્રના તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ તેમજઙ્ગ દ્વારા કોવિદ-૧૯ અંતર્ગત કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રૂબરૂ તેમજ વિડિયો સંવાદ કરી ર્ંસ્ટેન્ડિંગ ઓવેશન આર્પીં ઉભા થઇ સન્માનિત કરી બિરદાવવામાં આવ્યાં હતાં.સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે હેતુથી મંત્રીશ્રી કલેકટર કચેરીએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મેડિકલ કોલેજ સાથે જોડાયાં હતા.અને દરેક વિભાગના ડોકટરોને અલગ અલગ બોલાવી તેમને સન્માનિત કર્યા હતા.

આ તકે રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે શરૂઆતમા ભાવનગર જિલ્લામા કેસોની સંખ્યા ખુબ જ વધુ હતી. ભાવનગર જિલ્લો નાનો હતો અને કેસો પ્રમાણમાં વધુ હતા જે અંગેની ચિંતા સમગ્ર ગુજરાતમાં હતી. પરંતુ જિલ્લા કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામા આવેલ સખત મહેનત અને ઉત્કૃષ્ટ કામગીરીના કારણે ભાવનગરમાં કોરોનાને કાબુ કરવામાં સફળતા મળી.તેમજ જે કોરોનાગ્રસ્ત દર્દીઓ હતા તેમને પણ આરોગ્ય તંત્રએ સદ્યન સારવાર આપી તેમને કોરોનામુકત કર્યા અને તેથી જ આજે જિલ્લાનો રિકવરી રેટ ૮૩્રુ છે.તંત્ર દ્વારા સતત ૨૪ કલાક કરવામા આવેલ આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે.ઙ્ગ

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર.ટી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.વિકાસ સિન્હાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તમામ ડોકટરોના આરોગ્ય સાચવવા માટે જરૂરી તમામ પગલાંઓ લેવાય છે

કારોના દરમ્યાન ઇસોલેશન વોર્ડ માં ખાસ ઓપરેશન થિયેટર જેવો જ રૂમ બનાવ્યો અને કોરોના દર્દીઓ ના જરૂર પડ્યે ઓપરેશન પણ કરાયાઙ્ગ

જિલ્લામાં ૧૦ કોરોનાગ્રસ્ત બાળકો ને સાજા કર્યાઙ્ગ સિઝરીયન જેવા ઓપેશનો કર્યા બાળરોગ વિભાગના ડોકટર મેહુલભાઈએ આ તકે જણાવ્યુ હતુ કે રાજયમંત્રીશ્રીનો કોરોના પિક પર હતો ત્યારે વિડીયો જાહેર જરી મનોબળ પુરૂ પાડ્યું અને આજે આરીતે સન્માનિત કર્યા તે બદલ આભાર વ્યકત કર્યો હતો.

મંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર.ટી માં સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્ત દર્દી રિદ્ઘિ બહેનના ખબર અંતર પૂછ્યા હતાં જેમાં રિદ્ઘિબહેને જણાવ્યું હતું કે હોસ્પિટલનું વાતાવરણ ખુબ જ સારૂ છે.અહિંના ડોકટર્સ, નર્સ અને તમામ સ્ટાફ પણ અમારી અંગત કાળજી લે છે. અહીં અમને ખૂબ જ સારી ગુણવત્ત્।ાનું ભોજન અપાય છે.હોસ્પિટલમાં સાફ-સફાઈની પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે.

(11:43 am IST)