સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

પોરબંદર ડો. ગોઢાણિયા બી.એડ્. કોલેજનો ડિઝીટલ દિક્ષાંત સમારોહ

પોરબંદર : લોકડાઉનને લઇને ડો. ગોઢાણિયા બી.એડ્. કોલેજનો ડિઝીટલ દિક્ષાત સમારોહ યોજાયો હતો. સમારોહને શુભેચ્છા પાઠવતા પૂ. રમેશભાઇ ઓઝાએ શિક્ષક અને સૈનિક બન્ને યૌદ્ધા છે. તેમ જણાવેલ હતું. આ તકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવેલ કે ટેકનોલોજી યુગમાં શિક્ષણ બદલાયું છે. ત્યારે શિક્ષકોએ બદલવું પડશે. શિક્ષકને પોતાના બ્લોગ હોવો જોઇએ જેમાં પોતાના વિચારો વ્યકત કરી શકે. દાતા ડો. વિરમભાઇ ગોઢાણિયાએ ઉદ્બોધનમાં જણાવેલ કે શિક્ષણનો વ્યવસાય અન્ય વ્યવસાય કરતા શ્રેષ્ઠ અને પવિત્ર છે. શિક્ષણએ નિરંતર પ્રક્રિયા છે. સંસ્થાના મેનેજીંગ તુરત અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવેલ કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર વ્યવસાય નહીં હોવાનું માધ્યમ છે. ટ્રસ્ટીઓ શાન્તાબેન ઓડેદરા  તથા ભરતભાઇ વિસાણાએ આદર્શ શિક્ષક માટેની શુભેચ્છા પાઠવી છે ગત વર્ષે પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થીની સંગીતાબેન બારડને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. પ્રાચાર્ય ડો. હિનાબેન ઓડેદરાએ સમારોહનું સંચાલક કર્યુ હતું. આભાર દર્શન ડો. ઇશ્વરભાઇ ભરડાએ કર્યુ હતું. ડિઝીટલ દિક્ષાંત સમારોહને ઓનલાઇન પૂ. રમેશભાઇ, અર્જુનભાઇ મોઢવાડિયા તથા ટ્રસ્ટીઓએ સંબોધન કર્યુ તે તસ્વીરો.

(11:36 am IST)