સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ગોંડલ ભગવતપરામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરવા અને ગૌરક્ષકની રક્ષાનો કાયદો ઘડવા વિવિધ સંસ્થાઓની મુખ્યમંત્રીને રજુઆત

ભગવતપરા, કડિયા લાઇન, આંબલી શેરી, રોમા ટોકીઝ, દેવપરા, ઘોઘાવદર રોડ કુલવાડી વગેરે વિસ્તારમાં ગેરકાયદે નોનવેજનું વેચાણ બંધ કરવા માંગણી

ગોંડલ, તા.૨૯: ગોંડલ હિંદુ ઉત્સવ સમિતિ, શ્રી રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ, ગૌ મંડળ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, કિશોર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ ગૌ માતા ગુપ યુધ્ધ એજ કલયાન ગુપઙ્ગ શ્રી ગૌસેવા પાંજરાપોળ ટ્રસ્ટ શિવરાજગઢ, શ્રી ગોંડલ કડિયા કુંભાર સમસ્ત જ્ઞાતિ, શ્રી રામેશ્વર ધૂન મંડળ, શ્રી વૈષ્ણવ સાધુ સમાજ બાવા વૈરાગી, બક્ષીપંચ સમાજ સંગઠન, શ્રી સંદ્યાણી સ્થાનકવાસી જૈન સંદ્ય, ગોંડલ નગરપાલિકા દંડક ચંદુભાઇ ડાભી, સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત હિન્દુ વાદ્યરી દેવીપુજક સમાજ, શ્રી ગોંડલ પાંજરાપોળ, પાંજરાપોળ ગોંડલઙ્ગ સહિત વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિઓના મંડળો દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરાઈ છે કે ગોંડલ શહેરમાં ભગવતપરા વિસ્તારમાં દ્યણા સમય થી બિનકાયદેસર ગૌવંશ ચોરી કરી બિનકાયદેસર ઢોર વાહનોમાં હેરાફેરી કરી કતલખાને પહોંચાડવામાં આવે છે અને ગૌવંશ હત્યા તથા અન્ય જીવ હિંસા કરી મોટાપાયે માંસ-મટન, મરદ્યી, મછી, ઇંડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. શહેરની મધ્યમાં કડિયા લાઇન, આંબલી શેરી, રોમા ટોકીઝ, દેવપરા, દ્યોદ્યાવદર રોડ કુલવાડી વગેરે વિસ્તારમાં આવુ વેચાણ કરી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું હીન કૃત્ય કરવામાં આવે છે. અને આ લોકો દ્વારા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ જેમ કે દારૂ, જુગાર, વરલી, ડ્રગ્સ, ગાંજો, હેરોઇન જેવા પદાર્થો પણ વેચવામાં આવે છે. ગૌવંશ હત્યા તથા અન્ય જીવ હિંસા અંગે કોઇપણ જાતના લાયસન્સ, વાહનોની પરમીટ કે પશુ ચિકિત્સક મંજૂરી, શોપ લાયસન્સ, તોલમાપ ભંગ, વીજળી ચોરી, પશુના લોહી તથા હાડકા ગટર માં નદીમાં નાખવા વગેરે આજુ-બાજુ રહેતા સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું હીન કૃત્ય બે રોકટોક કરવામાં આવે છે.

ગૌસેવા કરતી સંસ્થા કે અન્ય સંસ્થા, જ્ઞાતિ, મંડળો આવા લોકોને અટકાવવાની કોશિશ કરે તો ટોળા ભેગા કરી મારામારી કરી, ધાક-ધમકી આપવી, પથ્થરમારો કરી, દ્યાતક હથિયાર લઇ હુમલો કરવો તેના માટે સહજ બાબત હોય છે. પોતાની કોમને ઉશ્કેરી કોમવાદ કરી આતંક ફેલાવે છે.

ઉપરોકત બાબત ગંભીરતાથી લઇ તાત્કાલિક કાયમી ધોરણે થતી જીવ હિંસા, ગોવંશ હત્યા, ગૌવંશ ચોરી કરી વાહનોમાં થતી હેરફેર અટકાવવા અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવા અંગે કાનૂની રીતે પગલાં લઇ આવા લોકોને કાયદાનું ભાન કરાવવા આવે તેવી અંતમાં માંગ કરી હતી.

(11:29 am IST)