સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

કોરોના ગ્રસ્ત સગર્ભાનું મોતઃ વધુ સાત દર્દીઓ સાથે કચ્છ ઉપર કોરોનાનો પંજો વિસ્તાર્યો

કુલ ૭૮ માં નવા ૭૦ દર્દીઓમાં તમામ મુંબઈથી આવેલાઃ જે પૈકી એક પ્રૌઢના મોત પછી હવે સગર્ભા મહિલાનું મોતઃ મહિલાના મોતનું કારણ જાણવા તબીબોની પેનલનું ડેથ ઓડિટ

ભુજ,તા.૨૯: કચ્છમાં કોરોનાએ બરાબરનો સકંજો જમાવ્યો છે. એક કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાના મોત અને વધુ સાત પોઝિટિવ દર્દીઓની સાથે જ કચ્છમાં ફરી એકવાર ચિંતાનો માહોલ સર્જાયો છે.

વળી, નવા તમામ દર્દી અને મૃતક મહિલા પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ રાપરની ૩૦ વર્ષીય મહિલા ખતીજાબેન આમદ ખત્રીને કોરોના હોવાનું જણાવ્યા બાદ આ મહિલા સગર્ભા અવસ્થામાં ગર્ભની અંદર બાળકનું મોત થતાં સારવાર માટે દાખલ થઈ હોવાનું જણાવી તેના મોતનું કારણ જાણવા તબીબી પેનલ મારફતે ડેથ ઓડિટ કરી મોત અંગેનો રિપોર્ટ જાહેર કરાશે એવી માહિતી આપી હતી.

નવા દર્દીઓમાં એક સાથે ૪ દર્દીઓ માંડવીના દરસડી ગામના જ  છે. જયારે અન્ય દર્દીઓમાં મુન્દ્રાના ભદ્રેશ્વર પાસે પાવડીયારા ગામનો તરુણ અને રાપરના ૬૮ વર્ષીય વૃદ્ઘ મહિલા છે. ચિંતાજનક વાત એ છે કે, તમામ દર્દીઓ મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

કચ્છમાં કોરોનાગ્રસ્ત ત્રણ દર્દીઓના મોત પૈકી બે મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જોકે, રાપરની સગર્ભા મહિલાનું મોત કોરોનાથી થયું છે કે પછી ગાયનેક પ્રોબ્લેમથી એ વિશે ડેથ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે.

પણ, આ ૩૦ વર્ષીય સગર્ભા મહિલા ખતીજાબેનને કોરોના હતો એવું તંત્રએ સત્ત્।ાવાર જાહેર કરી દીધું છે. (૨૨.૧૦)

(11:26 am IST)