સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

મોરબીના નીચી માંડલમાં વાડીની ઓરડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો : એક લાખથી વધુના દારૂના મુદામાલ સાથે હરેશ સુરેલાની ધરપકડ

તાલુકા પોલીસ દ્વારા દરોડો : દારૂ મંગાવનાર આરોપી કિશોર સુરેલાની શોખધોળ :

મોરબીના નીચી માંડલ ગામે આવેલ વાડીની ઓરડીમાં તાલુકા પોલીસ ટીમે દરોડો કરી ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો એક લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીચી માંડલ ગામ પાછળ આવેલ એલી માઈક્રોન કારખાના સામેના ભાગે આવેલ જગદીશભાઈ વનુભાઈ દેત્રોજાની વાડીની ઓરડીમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેને પગલે ટીમે દરોડો કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૧ કીમત રૂ ૧,૦૮,૩૦૦ ના મુદામાલ સાથે હરેશ નાથાભાઈ સુરેલા (ઉ.વ.૩૦) રહે ગોકુળિયા ગામ તા. હળવદ હાલ રહે નીચી માંડલ મોરબી વાળાને ઝડપી લીધો છે જયારે દારૂ મંગાવનાર આરોપી કિશોર નાથાભાઈ સુરેલા રહે મૂળ ગોકુળિયા હળવદ અને હાલ નીચી માંડલ વાળો હાજર ના મળતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

દારૂની રેડમાં મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજા, પીએસઆઈ આર બી ટાપરીયા, એન જે નિમાવત, ડી એચ બાવળિયા, ચંદ્રસિંહ પઢીયાર, દિવ્યરાજસિંહ જાડેજા, અમિતભાઈ વાંસદડીયા, રમેશભાઈ મુંધવા, કિર્તીસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા અને ભરતદાન દેથા તથા યોગીરજ્સિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

(9:54 pm IST)