સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th May 2019

ઉનાની કેદારેશ્વર ઇલેવન જય પરશુરામ કપ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન

ઉના તા. ર૮ : સમસ્ત બ્રહ્મસમાજ ગીર સોમનાથ જીલ્લા કક્ષાની જય પરશુરામ કપ-૧૯માં ઉનાની કેદારનાથ-૧૧ ટીમ ચેમ્પીયન બની છે.

સોમનાથ ગૌલોક ધામના મેદાનમાં ગીર સોમનાથ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જય પરશુરામ કપ-ર૦૧૯ નાઇટ ક્રિકેટ ટુર્નામૈન્ટનું આયોજન થયું હતું જેમાં ૬ તાલુકામંથી ૧૬ ટીમોએ ભાગ લીધો હતો ઉના તાલુકાની ૩ ટીમે ભાગ લીધો હતો. બ્રહ્મસમાજના પદાધિકારીઓએ બ્રહ્મ યુવાનોમાં સંગઠનની ભાવના વધે તે માટે આયોજન કર્યું હતું.

ફાઇનલમાં ઉનાની કેદારનાથ ઇલેવન ટીમ અને વરાવળની ત્રંબકેશ્વર ઇલેવન ટીમ વચ્ચે રસાકસી ભરી મેચ રમાઇ હતી જેમાં ઉનાની કેદારનાથ ઇલેવન ટીમ ચેમ્પીયન વિજેતા બનતા આગેવાનોએ ટ્રોફી આપી સન્માનીત કર્યાહતા વિશાલ જોષી (ઉના)ને મેન ઓફ ધ મેચ, અજયભાઇ જોષી, (ઉના)ને બેસ્ટ બેસ્ટમેન ત્થા મિતભાઇ પુરોહીત (પ્રાંચી) મેન ઓફ ધ સીરીઝ જાહેર કરી સન્નમાન કર્યું હતું ચેમ્પીયન ટીમ ત્થા રનર્સઅપ ટીમને ટ્રોફી-રોકડ પુરૂસ્કાર આપી સન્નમાનીત કરાયા હતા તમામ ખેલાડીઓને સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોએ પ્રોત્સાહીત કર્યાહતા.

(12:01 pm IST)