સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th May 2019

પરાપીપળીયામાં સલમાને ઇંટનો ઘા કરતાં પાર્થનો પગ ભાંગ્યો

ટેણીયો ભાગ લેવા નીકળ્યો ને બીજાના ઝઘડામાં ઝપટે ચડી ગયો

રાજકોટ તા. ૨૯: જામનગર રોડ પર પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતો પાર્થ અનિલભાઇ મછીયા (ગુર્જર પ્રજાપતિ) (ઉ.૧૪) રાત્રે દસેક વાગ્યે ઘર પાસે ખોજાની દૂકાને ભાગ લેવા જતો હતો ત્યારે રસ્તામાં સલમાન કોઇ બીજા શખ્સ સાથે ઝઘડો કરતો હોઇ સલમાને તેના તરફ ઇંટનો ઘા કરતાં તે વખતે જ પાર્થ ત્યાંથી નીકળતાં ડાબા પગમાં લાગી જતાં પગમાં ફ્રેકચર થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(11:47 am IST)