સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th May 2019

સોમનાથ દરિયાકાંઠે ઠંડકની મજા

પ્રભાસપાટણ : અત્યારે કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેથી વેકેશન ગાળવા બાળકો સાથે લોકો જયાં ઠંડક મળે તેવા વિસ્તારોમાં જાય છે અને સોમનાથના સમુદ્ર કિનારે લોકોને ઠંડકની સાથે શાંતિ મળે છે સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્ય બને છે. તેમજ બાળકો અને મોટા વ્યકિતઓ ઘોડા અને સાંઢીયાની સવારીનો પણ આનંદ લૂટે છે. દરિયા કિનારે આવતાની સાથે લોકો ઉત્સાહી બની જાય છે અને બાળકોનું પણ ધ્યાન આપતા નથી. આ સોમનાથના દરિયામાં નહવા જવું પ્રતિબંધ છે કારણ કે આ દરિયામાં થોડુ અંદર થવાથી વાકા ચૂકા મોજાઓને કારણે દરિયામાં ખેંચાણ અનુભવે છે અને મૃત્યુને ભેટે છે અને અનેક બાળકો અને યુવાનો આ દરિયામાં ડુબવાના બનાવો બનેલ છે જે પોલીસ ચોપડે નોંધાયેલ છે જેથી સોમનાથના દરિયા કિનારે વધુ પડતું ઉત્સાહમાં આવીને દરિયામાં અંદરના ભાગમાં ન્હાવા ન જવું કારણ કે આ સોમનાથનો દરિયો ભયજનક છે. પ્રશાસનનો દરિયામાં ન્હાવા ન જવા ઉપર પ્રતિબંધિત આદેશો જાહેર કરેલ છે. દરિયા કાંઠે ગરમીથી રાહત મેળવવા લોકોની તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:43 am IST)