સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th May 2019

તળાજામાં ઝબલાના છ મોટા વેપરીઓને સ્થળ દંડ ફટકારી જથ્થો કબ્જ કર્યોે

બે દિવસ પહેલા સામાન્ય વેપરીઓ વિરુદ્ઘ કાર્યવાહી કર્યાબાદ આજે મોટામાથાઓ ઝપટે

ભાવનગર, તા.૨૯: તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાની ટીમ દ્વારા આજે નબળી કક્ષાના ઝબલા હોલસેલ વેચતા વેપરીઓ વિરુદ્ઘ રોકડ દંડનીય અને ઝબલા કબ્જે લેવાની કાર્યવાહી કરી હતી.

તળાજા નગરપાલિકાની ટીમ દ્વારા બે દિવસ પહેલા શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં નાના વેપરીઓ કેજેઓ હોલસેલરો પાસેથી નબળી ગુણવત્ત્।ાના ઝબલા પ્લાસ્ટિક બેગ લાવી ગ્રાહકોને ખરીદેલ વસ્તુ નાખી આપતા હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેનેલઈ હોલસેલરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે નાના માણસોને દનડવામાં આવ્યાનો સુર ઉઠવા પામેલ હતો.

આથી આજે પાલિકાના ચીફ ઓફિસર મુનિયા ખુદ પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા હતા.

ચીફઓફિસર મુનિયાએ જણાવ્યું હતુંકે આજે ભાવુભા ગોહિલ, પોપટલાલ માણેકચંદ, રાજુલ પ્રોવિઝન,શકિત ટ્રેડર્સ,નયનકુમાર કાંતિલાલ,પાંજવાણી ટ્રેડર્સ આ છ એય પેઢીને રૂપિયા ૫૦૦-૫૦૦/-નો રોકડ દંડ અને ૧૮.૫૦૦ગ્રામ નબળી ગુણવતાના ઝબલા કબ્જે લીધા હતા.

આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર મુનિયા,લાલજીભાઈ સરવૈયા, કિશોરસિંહ વાળા,સિદ્ઘરાજસિંહ વાળા સહિતના જોડાયા હતા.

(11:39 am IST)