સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th May 2019

કાંગશીયાળી નજીક ફાર્મમાંથી અડધા લાખની કેરીની ચોરીઃ ૫ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ

આંબામાંથી કેરી ઉતાર્યા બાદ સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી તસ્કરો છૂ...

જકોટ, તા. ૨૯ :. રાજકોટની ભાગોળે કાંગશીયાળી ગામ પાસે આવેલ ફાર્મના આંબામાંથી તસ્કરો અડધા લાખની કેરી ઉતારી જઈ ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાંગશીયાળી નજીક આવેલ સાવલીયા ફાર્મમાં પાંચ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી ફાર્મમાં વાવેલ આંબામાંની કાચી કેરીઓ ૧૦૦૦ કિલો કિં. ૫૦,૦૦૦ ઉતારી ચોરી કરી ગયા હતા. તેમજ જતા જતા ફાર્મમાં રહેલ સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી ૬૬૦૦ રૂ.નું નુકશાન કર્યુ હતું. આ અંગે આ ફાર્મમાં કામ કરતા વિપુલભાઈ વાઘેલાએ ફરીયાદ કરતા શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)