સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th May 2018

ઉના તાલુકામાં મત્‍સ્‍ય ઉદ્યોગની કચેરી શરૂ કરવા માંગણી

ઉના, તા. ર૯ : આગેવાન રસિકભાઇ ચાવડાએ ગુજરાતના મુખ્‍ય મંત્રીને લેખીતમાં રજુઆત કરી છે કે ઉના તાલુકાના નવાબંદર, સૈયદ રાજપરા તથા સીમર, માણેકપુર બંદર આવેલ છે. સીઝનમાં ર હજારથી વધુ માછીમારીની બોટ આવેલ છે. હજારો માછીમારો દરિયો ખેડવા જાય છે અને ઉના તાલુકામાં દરિયાકાંઠો વિશાળ આવેલ છે.

બંદરના પ્રશ્નો, પાસ પરમીટ લેવા માટે છેક જાફરાબાદ મુકામે આવેલ મત્‍યસ્‍ય ઉદ્યોગની કચેરીએ અમરેલી જીલ્લાની આવેલ છે ત્‍યાં જવું પડે છે. ઘણી વખત અધિકારીઓ હાજર ન હોય લોકોને સમય-નાણાનો બગાડ થાય છે તો ઉના તાલુકામાં મત્‍સ્‍ય ઉદ્યોગ નિયામકની કચેરી શરૂ કરાય તો લોકોને ઘણી અનુકુળતા રહે તેમ છે  તો વહેલી તકે શરૂ કરવા માંગણી કરી છે.

(10:18 am IST)