સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

મોરબીમાં રઘુવંશી કોવીડ કોરોનટાઈન સેન્ટર નો એક વોર્ડ બંધ : ઓપીડીમાં મોટો ઘટાડો : બે વોર્ડમાં 50 દર્દીઓની જગાએ હાલમાં માત્ર 15 પેશન્ટ

મોરબી ખાતે આજે રઘુવંશી કોવીડ કોરોનટાઈન સેન્ટર મા 25 બેડ વાળા 2 વોડૅ કાયૅરત હતા તે પૈકી એક વોડૅ 25 બેડનો ખાલી  થતા હાલ પુરતો બંધ કરવા મા આવ્યો અને બીજો વોડૅ કે જે 25 બેડનો છે તે પૈકી 14 પેશન્ટ છે અને તેમાથી એક પણ પેશન્ટ મોરબીના નથી સાથે એક મોટા ન્યુઝ એ પણ છે કે શરૂઆત માં રોજ 70થી75 ઓપીડી થતી એ આજે ફક્ત 7 છે ત્યારે આજે રઘુવંશી કોવીડ કોરોનટાઈન સેન્ટર ના સહુ સભ્યો ને ખુબ ખુશી છે. સાથે જલારામ બાપાને પ્રાથૅના કરીએ કે વહેલા મા વહેલી તકે સમગ્ર દુનિયા માથી કોરોના નો નાસ થાય અને અમારા સેન્ટર પર એક પણ પેશન્ટ ન હોય અને હસ્તા હસ્તા આ સેન્ટર બંધ કરીએ તેવી સૈ સભ્યો ની ઈચ્છા છે એ જલારામ બાપા પુરી કરે. તેવી પ્રાર્થના અગ્રણી રૂચિર કારીયા એ કરી છે

(11:58 pm IST)