સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

મોરબી હોમ આઇસોલેટેડ દર્દીને મેડિકલ સુવિધા આપશે સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ

મોરબી: સીરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા હોમ આઇસોલેટ થયેલા કોરોનાના દર્દીઓને ઘેર બેઠા મેડિકલ સુવિધા મળી રહે એ માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઘેર રહીને કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેઓ માટે મોરબી સીરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ તરફથી ઓકસીજન 02 માસ્ક, ઓક્સિજન સિલિન્ડર વાલ્વ તથા આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ માટે નાસ લેવાના મશીન ઉપલબદ્ધ કરાવાઈ રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોએ સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળની ટીમના સભ્યો જય પટેલ 8511129555, અભિષેક મેઘાણી 8320266822, કવિન શાહ 8469505111, જયદીપ પટેલ 9099111161નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(11:57 pm IST)