સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

મોરબીના જુના નાગડાવાસ ગામે કોવિડ રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

સર્વ જ્ઞાતિય કેમ્પમાં 84 એંસી જેટલા લોકોના રેપીડ ટેસ્ટ પૈકી માત્ર 4 લોકો જ પોઝીટીવ આવ્યા હતા.

મોરબી તાલુકાના જુનાનાગડાવાસ ગામમા સર્વ જ્ઞાતિના લાભાર્થે કોરોના રેપિડ ટેસ્ટ, માસ્ક, દવા,પાણી બોટલ વગેરેના વિતરણ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આજુ બાજુના 6-7 ગામ ના લોકોએ ટેસ્ટ કરાવ્યો હતો. કુલ 80 એંસી જેટલા લોકોના રેપિડ ટેસ્ટમાં 3 લોકો પોઝિટિવ આવ્યા હતા.. જયદીપ કંપની અને ઉગાભાઈ રાઠોડ કેમ્પમાં દાતા હતા. મેડિકલની ટીમ અને ગ્રામજનો એ કેમ્પને સફળ બનાવવા માટે સોશીયલ મીડિયા મારફત જહેમત ઉઠાવી હતી.
સાથે સાથે રસીકરણ ઝુંબેશનો પણ પ્રચાર કરતા જણાવવામાં આવ્યું હતું કોઈપણ જાતની અફવાઓને ધ્યાને લીધા વગર સૌ કોઈએ વેકસીનેશન કરવું જરૂરી છે જે લોકોએ રસી લીધેલ છે એ પૈકી બહુ ઓછા લોકોને કોરોના થયો છે અને જો કદાચ રસી લીધેલ વ્યક્તિ સંક્રમિત થયા હોય તો પણ કોરોના અસર બહુ ભયંકર નથી રહેતી માટે સૌએ હાલ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેકસીનેશન આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પોતાનું નામ અવશ્ય નોંધાવી દેવાની આગ્રહ ભરી વિનંતી કરવામાં આવેલ છે.
જયદીપ એન્ડ કું. દ્વારા મોરબી- 2 ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરે આયોજિત કેમ્પમાં 52 માંથી 5 કેશ પોઝીટીવ નોંધાય હતા. તમામને કું. તરફથી ફ્રી દવાની કીટ આપવામાં આવી હતી.તેમ કું. ના દિલુભા જાડેજા, જયુભા જાડેજાની યાદીમાં જણાવાયું છે

(11:07 pm IST)