સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

કચ્છને કોરોના પ્રકોપમાંથી બચાવો : પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાનો પોકાર: વિજયભાઈને લખ્યો પત્ર

ભુજ: પૂર્વ રાજયમંત્રી  તારાચંદભાઈ છેડાએ વિજયભાઈને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કચ્છમાં ૨ હજાર બેડની હોસ્પિટલ શરૂ કરવાનો વાયદો કર્યો હતો પણ હોસ્પિટલ શરૂ નથી થઈ .
કચ્છમાં ઓકિસજન, રેમડેસીવીર ઇન્જેક્શનના અભાવે કોવિડ હોસ્પિટલો બંધ થવાની કગાર પર પહોંચી છે,
મૃત્યુદર વધ્યો છે, પણ અધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી.
તારાચંદભાઇએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભાજપના ચૂંટાયેલા નેતાઓ ચૂપ બેઠા છે ત્યારે કચ્છના આ  નેતાએ કચ્છનાં લોકોની વાત સીએમ સુધી પહોંચાડી કચ્છને હાલની સ્થિતિમાંથી બચાવી લેવા લાગણીસભર માગણી કરી છે.

(9:08 pm IST)