સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

ભાવનગરમાં કોરોના થી ૬ના મોત અને ૪૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૫૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૨,૭૦૧ કેસો પૈકી ૩,૨૭૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૪૪૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૨,૭૦૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૩૯ પુરૂષ અને ૧૦૩ સ્ત્રી મળી કુલ ૨૪૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૭, ઘોઘા તાલુકામાં ૧૯, તળાજા તાલુકામાં ૩૬, મહુવા તાલુકામાં ૧૯, વલ્લભીપુર તાલુકામાં ૨૮, ઉમરાળા તાલુકામાં ૫, પાલીતાણા તાલુકામાં ૧૯, સિહોર તાલુકામાં ૨૨, ગારીયાધાર તાલુકામાં ૫ તેમજ જેસર તાલુકામાં ૧૨ કેસ મળી કુલ ૨૦૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાનાં બોચડવા ગામ ખાતે રહેતા એક દર્દી અને ઉમરાળા તાલુકાનાં ધોળા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ છ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૨૦ અને તાલુકાઓમાં ૧૩૯ કેસ મળી કુલ ૨૫૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૨,૭૦૧ કેસ પૈકી હાલ ૩,૨૭૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૧૩૧ દર્દીઓનુ અવસાન થયેલ

(8:21 pm IST)