સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટરની ક્ષમતાવાળી ઓક્સીઝનની ટેન્કની કામગીરી શરૂ

હાલમાં બે નાની ટેન્કથી દર્દીઓને અપાય છે ઓક્સીઝન : ટેન્કનું કામ પુર્ણ થયે લોકોને મળશે વધુ સુવિધા.

જામ ખંભાળીયા : ખંભાળિયામાં ઓક્સિજન માટે સારા સમાચાર આવ્યા છે અહીંનીજનરલ હોસ્પિટલમાં સુવિધામાં  વધારો થનાર છે હાલમા હોસ્પિટલમાં મોટી ઓક્સિજન ટેન્ક ની કામગીરી શરૂ કરાઈ છે .આ મોટી ટેન્ક દશ હજાર લીટરની ક્ષમતા ધરાવે છે.

હાલ બે નાની ટેન્ક દ્વારા દર્દીઓને ઓક્સિજન મળે છે ત્યારે હવે ટેન્ક નું કામ પુર્ણ થશે એટલે લોકોને વધુ સુવિધા મળશે  હોસ્પિટલમાં મોટી ટેન્ક ની કામગીરી ઝડપી ચાલી રહી છે

(6:53 pm IST)