સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

અમરેલી જીલ્લામાં કોવિડ-બિન કોવિડમાં રરના મોતથી હાહાકાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૯ : અમરેલી જિલ્લાને કોરોના ધમરોળી રહયો છે અનેક લોકો ગણત્રીના કલાકોમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી રહયા છે. અને તેમાય માત્ર ર૪ કલાકમાં જ કોરોનાની સારવાર લઇ રહેલા ૧૧ અને વગર કોરોના ૧૧ મળી કુલ રરના મોત થી અમરેલી શહેરમાં હાહાકાર મચી ગયો છે કારણ કે જિલ્લાના ૩૪ દર્દીમાંથી અમરેલી શહેરનાં ૧૧ દર્દીના મોત થયા છે. જિલ્લામાં આજે કુલ ૩૪ લોકોની પીપીઇ કીટમાં અંતિમવિધિ થઇ હતી. જેમાં કૈલાસ મુકિતધામમાં ૧૪ ગાયત્રી મોક્ષધામમાં ૪, ૧ દફનવિધિ આંકડીયામાં પ, કુંડલામાં ૪, રાજુલામાં ૬ ની અંતિમવિધિ થઇ છે.

જેમાં વડીયાના દેવળકી ગામના ૭૦ વર્ષના મહિલા, મોટા ઉજળાના ૬૦ વર્ષના પુરૂષ, ગોઢાવદરના ૭પ વર્ષના પુરૂષ, વિસાવદરના શેલણકાના પપ વર્ષના પુરૂષ, અમરેલીશ હેરના પપ વર્ષના પુરૂષ સાવરકુંડલાના ગાંધીચોકના ૪૭ વર્ષના મહિલા, બગસરાના ૪૮ વર્ષના મહિલા, હાથસણી ગામના ૬૩ ર્ષ્વાના પુરૂષ અમરેલીના હનુમાનપરાના વિધાનગરના ૬૦ વર્ષના મહિલા ગોંડલના નાના શાખપુરના ૬૦ વર્ષના મહિલા રામપુર તોરીનાં ૬૦ વર્ષના મઞિલા, ધારીના પ૦ વર્ષના પુરૂષ, અમરેલી ચકકરગઢ રોડ બાયપાસના ૮પ વર્ષના મહિલા, લાઠી રોડ દિકરાના ઘરના ૮૧ વર્ષના મહિલા, અમરેલી મણીનગરના પ૮ વર્ષના પુરૂષ, ચિતલ જશવંતગઢના ૭પ વર્ષના પુરૂષ, કેરીયાનાગસનાં ૪૬ વર્ષના પુરૂષ, અમરેેલી માણેકપરાનાં ૬૦ વર્ષના પુરૂષ, હનુમાનપરા પાઠક સ્કુલ સામે ૮ર વર્ષના પુરૂષ, જેશીંગપરામાં શ્યામનગરનાં ૩પ વર્ષના મહિલા, બગસરાનાં પર વર્ષના પુરૂષ, જેશીંગપરા રંગપુર રોડનાં ૪પ વર્ષના મહિલા, અંબિકાનગરનાં પુરૂષ, ચકકરગઢ રોડ ગંગાનગર-રના મહિલા, તથા ખાંભા, ડેડાણ, નાગેશ્રી, ધારીના પરબડી, માલકનેશ, જામકા ગામના દર્દીઓના કોવિડની ગાઇડ લાઇન મુજબ રાજુલામાં અંતિમ સંસ્કાર થયા હતા.

(12:55 pm IST)