સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

જુનાગઢ-સોમનાથ જીલ્લામાં મોટર સાયકલની ઉઠાંતરી કરી સસ્તા ભાવે વહેંચી નાખતો કેશોદનો કોળી ઝડપાયોઃ આઠ ચોરી કબુલી લીધી

જુનાગઢ, તા., ર૯: રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી મનીન્દદર  પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષકશ્રી રવી તેજા વાસમશેટ્ટી દ્વારા જુનાગઢ જીલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા.પોલીસ ઇન્સપેકટર એચ.આઇભાટી તથા પો.સ.ઇ. આર.કે.ગોહીલ તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા વા.પો.સ.ઇ. ડી.એલ.જલુ પ્રયત્નશીલ હોય તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દરમ્યાન પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ. સાહીલભાઇ સમાને હકીકત મળેલ કે કેશોદ મુકામે રહેતો ચિરાગ બાલસ કોળી કે જેણે આછા ગુલાબી કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે એક નંબર વગરની મોટરસાયલ છે. જે ઇસમ ચોરીઓ કરે છે અને હાલ તેની પાસે જે મોટર સાયકલ છે તે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની તેમજ મજકુર ઇસમ સદરહું મોટર સાયકલ સાથે ઝાંઝરડા ચોકડીથી સાંબલપુર ચોકડી તરફ નિકળવાનો છે. જેને રોકાવતા મજકુર ઇસમ રોકાયેલ નથી અને ભાગવા જતા વાહન આડુ નાખી મોટર સાયકલ ચાલકને રોકાવી પકડી લઇ મજકુર ઇસમ પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો કંપનીનું સ્પ્લેન્ડર પોલીસ પટ્ટાવાળુ કાળા કલરનું આગળ-પાછળનંબર વગરનું ચેસીસ નંબર HA10AGJ 5A 14426 વાળુ મળી આવતા મોટરસાયકલ કિ. રૂ. ૩૫૦૦૦ ગણી સી.આર.પી.સી. ૧૦ર મુજબ કબ્જે કરી પુછપરછ કરતા મજકુર ઇસમે અન્ય આઠ મોટર સાયકલ ચોરી કરેલાની હકીકત જણાવેલ છે.

આરોપી ચીરાગ જમનભાઇ નગાભાઇ (ઉ.વ.૧૯) ધંધો મજુરી રહે. કેશોદ, એરપોર્ટ રોડ ગોકુલનગર શીવમ પ્રોવીઝન સ્ટોરવાળી ગલીમાં કમલેશભાઇ ગોહીલના મકાનમાં ભાડેથી મુળ ગામ પાળોદર. દિવસ-રાત્રી દરમ્યાન કોઇ પણ જગ્યાએથી મોટર સાયકલની ઉઠાંતરી કરી અન્યને સસ્તા ભાવે વ્હેંચી દેવાની એમ.ઓ. ધરાવે છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. આર.કે.ગોહીલ તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા વાયરલેસ પો.સ.ઇ. ડો.એમ.જલ્લુ તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ બડવા, વિક્રમસિંહ ચાવડા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ  જાડેજા, જીતેષ એચ.મારૂ તથા પો.કો. ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહીલભાઇ સમા, કરશનભાઇ કરમટા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:54 pm IST)