સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

જુનાગઢમાં આઇસોલેશન સેન્ટર

જુનાગઢઃ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ-જુનાગઢના આચાર્ય પીઠડીયા જેનિશકુમારની યાદી જણાવે છે કે હનુમાન જયંતિના દિવસે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ-જુનાગઢ ખાતે આવેલા ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ પર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સોરઠ આઇસોલેશન સેન્ટર શરૂ કરેલ છે. ભાજપ અગ્રણી પ્રદીપભાઇ ખિમાણી, સંસ્થાના પ્રમુખ કે. ટી. ગૌતમી ટ્રસ્ટીશ્રીઓ ડઢાણીયા વોરા વડાલિયા હરિભાઇ પરમાર, વસોયા તેમજ જુનાગઢ સેલ્ફફાઇનાન્સ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ કાઠી, કે. ડી. પંડયા ચેતનભાઇ શાહ, નરેશભાઇ ખિમાણી તથા શાળાના આચાર્ય જેનિશભાઇ પીઠડીયાએ હાજરી આપેલ હતી.

(11:46 am IST)