સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

જયદીપ એન્ડ કંપનીના સૌજન્યથી માળિયા તાલુકાના વિવિધ ગામોમાં કોરોના ટેસ્ટ કેમ્પ

ચાર ગામોમાં ૧૩૯ લોકોના સેમ્પલ લીધા: ૨૪ પોઝીટીવ :. તા 30 ના પણ કું. દ્વારા વધુ એક કેમ્પ યોજાશે.

મોરબી : જયદીપ એન્ડ કંપની વવાણીયા દ્વારા માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વધુ ચાર ગામોમાં આયોજિત કેમ્પમાં ૨૪ લોકો પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું

જયદીપ એન્ડ કંપનીના સૌજન્યથી માળિયા તાલુકાના મોટા દહીંસરા, વિવેકાનંદનગર, બોડકી અને ખીરસરા સહિતના ગામોમાં રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો ચાર ગામોમાં મળીને કુલ ૧૩૯ લોકોના સેમ્પલ લીધા હોય જેમાં ૨૪ પોઝીટીવ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
તદુપરાંત તા 30 એપ્રિલ ના રોજ પણ કું.દ્વારા સવારે 9 થી 1 વાગ્યા સુધી મોરબી ભાડિયાદ કાંટા પાસે કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે.અને તેમાં ટેસ્ટ કરાવવા ઇચ્છતા લોકોએ સુરેશભાઈ સિરોહિયા 9913537965, બળવંતભાઈ સનાલિયા 9909982062, ગુણવંતભાઈ સરપંચ  8160311504, ગીરુભા જાડેજા 9726613999 તેમજ વિનોદભાઈ સનાલીયા 9879719046 પર સંપર્ક કરવા જયદીપ કું. ના દિલુભા જાડેજા, જાયુભા જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(10:04 pm IST)