સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

જામખંભાળીયાના હેતલબેન સવજીયાણીની લોહાણા મહાપરિષદના સેક્રેટરી તરીકે વરણી

લાયન્સ ક્લબના સેક્રેટરી ,રઘુવંશી મહિલા મંડળના જોઈન્ટ સેક્રેટરી હેતલબેનની લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-2 ( હાલાર વિભાગ ) ના સેક્રેટરી તરીકે નિમણુંક

ખંભાળીયા : જામખંભાળીયાના હેતલબેન સવજીયાણીની લોહાણા મહાપરિષદના સેક્રેટરી તરીકે વરણી કરાઈ છે , લાયન્સ ક્લબના સેક્રેટરી ,રઘુવંશી મહિલા મંડળના જોઈન્ટ સેક્રેટરી હેતલબેન એ, સવજીયાણીની લોહાણા  મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-2 ( હાલાર વિભાગ ) ના સેક્રેટરી તરીકે નિમણુંક કરાઈ છે,

 શ્રી લોહાણા મહાપરીષદ એ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા છે. સંગઠન, સેવા સમર્પણ, સૌહાર્દ, સદ્ભાવ અને એકબીજાના સાથ સહકારથી જ્ઞાતિહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરી માતૃસંસ્થાના આશીર્વાદ ઘર ઘર સુધી પહોંચે તેવી નેમ છે

 હેતલબેન એ સવજીયાણી એ કરેલ વિવિધ સમાજ કલ્યાણના કાર્યોની કદર કરી નવરચના પામેલ મધ્યસ્થ મહાસમિતિ માટે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર (ઝોન - ૨) હાલાર વિભાગ ના સેક્રેટરી તરીકે આપની નિમણુંક કરાઈ છે

(10:03 pm IST)