સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

મોરબી જીલ્લામાં ઝેરોક્ષના ધંધાર્થીઓને જાહેરનામાંમાં મુક્તિ આપવાની માંગ:કોંગ્રેસ અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનું જાહેરનામું અમલી બનાવાયું હોય ત્યારે જાહેરનામાંમાં ઝેરોક્ષના ધંધાર્થીઓને મુક્તિ આપવા માંગ કરી છે
  મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લા કલેકટરના જાહેરનામાંને પગલે લોકડાઉન જેવી સ્થિતિ છે હાલ કોરોના મહામારીમાં કોરોના ભોગ બનેલ હોય તેવા વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપીની ફરજીયાતપણે જરૂર પડે છે જે વ્યક્તિ કોરોના પોઝીટીવ હોય તેને અમુક લેબોરેટરી ટેસ્ટ, સીટી સ્કેન રીપોર્ટ અને રેમડેસીવર ઇન્જેક્શન મેળવવા દર્દીઓએ રીપોર્ટ અને આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની હોય છે
  જાહેરનામાંમાં ઝેરોક્ષ વ્યવસાય કરતા દુકાનદારોને જીલ્લામાં જાહેરનામાંમાં બંધ નો ઉલ્લેખ છે તે પ્રજા હિતમાં નથી જેથી આપના કક્ષાએથી તાત્કાલિક જાહેરનામાંમાં થયેલ ઝેરોક્ષના ધંધાર્થીઓને મુક્તિ આપી પ્રજાને પડતી મુશ્કેલીઓમાંથી ઉગારવા યોગ્ય કરવા અને દર્દીના હિતમાં બંધ ના કરાવે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે

(10:05 pm IST)