સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th March 2020

રાજકોટથી મોરબી સુધી પગપાળા મજુરો પહોંચી ગયાઃ અધીકારોઓ હાથે પગે લાગી સમજાવી રહ્યા છે

મજુરોના પલાયનનો મુદો તંત્ર માટે માથાનો દુઃખાવો બની ગયો : મોરબીમાંથી ચારેકોરથી મજુરો ભાગી રહ્યા છેઃ વહારથી લાખો લોકો આવ્યા છે

મોરબી,તા.૨૮: કોરોના લોકડાઉનને પગલે ઓદ્યોગિક નગરી મોરબીમાં દેશના વિવિધ રાજયોમાંથી લાખો મજુરો કામ અર્થે આવ્યા હોય અને હાલ તેઓ બેકાર બનતા પોતાના વતનમાં પલાયન કરી રહ્યા છે. મજુરોના પલાયનનો મુદો તંત્ર મોરબીમાંથી ચોતરફ મજુરો પલાયન કરી રહ્યા છે અને વાહનો મળતા ના હોય જેથી પગપાળા પણ પોતાના વતન રાજસ્થાન, એમપી જવા મક્કમ હોય જેને સમજાવીને માંડ માંડ રોકવામાં આવી રહ્યા છે અને મજુરોના પલાયનને રોકવા કલેકટરે કડક સૂચનાઓ આપી હોવા છતાં ફેકટરીના મજુરો પલાયન કરતા નજરે પડી રહ્યા છે. એટલું ઓછું હોય તેમ ગઇ કાલે રાજકોટ તરફથી મોટી સંખ્યામાં મજુરો મોરબી આવી પહોંચ્યા હતા. પગપાળા નીકળી પડેલા મજુરો પરિવારોને કેમ રોકવા તે તંત્રને સમજાતું નથી. તેને સમજાવી, રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અહી જ રોકાવા અધિકારીઓ હાથ જોડી રહયા છે.

મોરબીના માર્કેટિંગ યાર્ડ નજીક રાજકોટ તરફથી આવેલા મજુરો હોવાની જાણ થતા એસપી અને મામલતદાર ટીમ દોડી ગઈ હતી અને મજુરોને બેસાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય ટીમને જાણ કરીને તમામની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જોકે મજુરોને અહી રોકાઈ જવા માટે સમજાવતા છતાં મજુરો સાંભળવા તૈયાર ના હોય અને તંત્ર લાચારીની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

(11:52 am IST)