સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th February 2020

મોરબીમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતાં દિલીપ ચોૈહાણ પર ધોકા-પાઇપના ઘા

નિતીન, દિનેશ, રમેશ સહિતના શખ્સોનો હુમલોઃ ઘાયલને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૯: મોરબી રેલ્વે સ્ટેશન સામે રોહિદાસપરામાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં દિલીપ ખીમજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૨) નામના ચમાર યુવાનને રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઘર નજીક હતો ત્યારે નિતીન, દિનેશ, રમેશ સહિતના શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં માથા-શરીરે ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

દિલીપના સગાના કહેવા મુજબ અગાઉ દિલીપે ભીમજીના સગા વિશાલને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતાં. બે વર્ષ થઇ ગયા છતાં તે પાછા આપતો ન હોઇ દિલીપે ઉઘરાણી કરતાં માથાકુટ થઇ હતી. એ પછી રાતે વિશાલનું ઉપરાણું લઇ ભીમજી સહિતનાએ આવી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(11:12 am IST)