સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th February 2020

મોરબી જીલ્લામાં કૃમિનાશક દિવસ અંતર્ગત ૧૮૪૩ સંસ્થામાં ૨.૫૧ લાખ બાળકોને ગોળીઓ ખવડાવી

જીલ્લાના ૭૬૮ પ્રાથમિક શાળા, ૨૧૪ માધ્યમિક શાળા, ૮૩૭ આંગણવાડીમાં કાર્યક્રમ

મોરબી : રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત મોરબી જીલ્લામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાના કાર્યક્રમનો શુભારંભ વાંકાનેરની જ્ઞાનગંગા વિધાલય તથા તાલુકાની રાતી દેવડી કુમાર પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવેલ જે કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના ૭૬૮ પ્રાથમિક શાળા, ૨૧૪ માધ્યમિક શાળા, ૮૩૭ આંગણવાડી સહીત કુલ ૧૮૪૩ સંસ્થામાં ૨,૫૧,૩૫૩ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી

કાર્યક્રમનો શુભારંભ રતીદેવડી પ્રાથમિક શાળા ખાતે જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, જીલ્લા આર સી એચ અધિકારી ડો વિપુલભાઈ કરોલિયા, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર અને તાલુકા શિક્ષણ અધિકારી તેમજ શાળાનો સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

કાર્યક્રમ સાથે મોરબી જીલ્લાના મલેરિયામાં હાઈરિસ્ક ગણાતા ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું આગામી સમયમાં વિતરણ કરવાનું છે તેનું પ્રતિક સ્વરૂપ સગર્ભા માતાઓને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ની યાદીમાં જણાવ્યું છે

(12:51 am IST)