સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th January 2023

વિસાવદર ગર્લ્સ સ્કૂલના પટાંગણમાં 102 વર્ષના પીઢ કેળવણીકાર રસુલભાઈ હિરાણીના હસ્તે ધ્વજવંદન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.30 : વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં પ્રજાસત્તાક દિને એકસો બે વર્ષની જૈફ વયના પીઢ કેળવણીકાર શ્રી રસુલભાઈ કાદરભાઈ હિરાણીના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનિય છે કે, રસુલભાઈ હિરાણી પ્રારંભિક કાળથી અંધ વિધાર્થી ભૂવન ટ્રસ્ટ - એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ - દેવમણી કોલેજ સાથે સંકળાયેલા છે અને શૈક્ષણિક ક્ષેત્રે તેઓનુ જબરૂ યોગદાન છે.સમગ્ર સોરઠમાં પીઢ રચનાત્મક અગ્રણી તરીકેની મુઠ્ઠી ઉંચેરી છાપ ધરાવતા હિરાણી 102 વર્ષની જૈફ વયે પણ સંસ્થા-વિધાર્થીનીઓ અને શિક્ષણ પ્રત્યે સતત સક્રિય છે.

વિસાવદર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ચોલેરા, અબુલીભાઈ હિરાણી તથા ગર્લ્સ સ્કુલ-કોલેજના આચાર્યો-સ્ટાફ-વિદ્યાર્થીનીઓ-નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.વિધાર્થીનીઓને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.સ્ટાફ દ્વારા ચોકલેટ વિતરણ કરી પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવવામા આવી હતી.

(12:58 pm IST)