સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

અમરેલી તંત્ર દ્વારા વધુ ૨૦ ડ્યુરા ઓકિસજન ટેન્ક તેમજ ૪૪૫ સિલિન્ડરોની વ્યવસ્થા કરાઈ

કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરને ધ્યાને લઈ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ : અગાઉની ૧૦ ટેન્ક મળી જિલ્લામાં કુલ ૩૦ ટેન્કમાં ૬૨૪૦ લીટર સ્ટોરેજ કરી શકાશે : સામાન્ય રીતે એક ટેન્કમાં ૨૫ સિલિન્ડરો જેટલો ઓકિસજન હોય છે

અમરેલી,તા.૨૯ :  અમરેલી જિલ્લામાં કોરોનાની સંભવતૅં ત્રીજી લહેરને લક્ષમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થયું છે.
જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ૨૦૮ લિટરની ક્ષમતા ધરાવતી એક ટેન્ક એવી વધુ ૨૦ લિકિવડ મેડિકલ ઓકિસજન સ્ટોરેજ ડ્યુરા ટેન્ક અને ૪૪૫ સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ ૧૦ ટેન્ક મળી જિલ્લામાં કુલ ૩૦ ટેન્ક ઉપલબ્ધ જેમાં ૬૨૪૦ લીટર ઓકિસજન સમાય છે. જે જરૂરિયાત મુજબ જે તે તાલુકા કે હોસ્પિટલને મોકલી ખુબ જ ટુંકસમયમાં કાર્યરત કરવામાં આવનાર છે.
 વધુમાં કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં અમરેલી જિલ્લો ઓકિસજનની બાબતમાં આત્મનિર્ભર બને તે માટે જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓના સીએસઆર -પ્રોજેકટ હેઠળ વધુ સિલિન્ડર ખરીદવાની પ્રક્રિયા પણ હાલ પુરજોશમાં શરૂ છે.
 અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે સામાન્ય રીતે એક ટેન્કમાં ૨૫ સિલિન્ડરોમાં સમાય તેટલો ઓકિસજન સ્ટોર કરી શકાય છે. તાલુકા મથકોએ આ ટેન્ક અને સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં આવતા જે દર્દીઓને મોટા સેન્ટરોએ ખસેડવામાં આવતા હતા તે હવે ખસેડવાની જરૂર રહેશે નહી અને જે તે વિસ્તારના દર્દીઓની સારવાર જે તે તાલુકાકક્ષાએ જ થઇ જશે.

 

(1:58 pm IST)