સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

જુનાગઢ તાલુકાના ૧૧ ગામોના રસ્તા કામોને લીલીઝંડી

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા. ૧ર.૧પ કરોડના ખર્ચે કામો થશે : સાંસદ રાજેશ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના પ્રશ્નો

જૂનાગઢ,તા.૨૮: જૂનાગઢ વિધાનસભામાં સમાવિષ્ટ ગામોના જર્જરિત રસ્તાના નવીનીકરણ માટે ગ્રામ્ય કક્ષાએ થી મળતી રજુઆતને લઈને જૂનાગઢ  ના સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી જેને લઇને  માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસનને યાત્રાધામ મંત્રીશ્રી પુણેશ મોદીજી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી, જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા બાર કરોડ પંદરના લાખ રસ્તાઓ ના કામ મંજૂર કરીને કામના જોબ નંબર ફાળવી મંજુર કરવામાં આવી દેવામાં આવ્યા છે.
જે પૈકી રી-કાર્પેટ મંજુર કરેલ રસ્તાઓ, ઇવનગર પ્રવેશ માર્ગ. રૂ.૫૦ લાખ, તલીયાધર એપ્રોચ રોડ. રૂ. ૯૦ લાખ,આંબલીયા-રૂપાવટી રોડ. રૂ. ૧ કરોડ ૫૦ લાખ. વાલાસીમડી-વાણંદીયા -ઝાલણસર રોડ. રૂ.૧ કરોડ ૩૦ લાખ મંજૂર કરાયા છે ત્યારે વાળાસીમડી ગામના જયેશભાઈ ગુંદણીયા એ જણાવ્યું હતું કે વાળાસીમડી થી વાણંદીયા જાલણસર રોડ નું કામ મંજૂર થયું છે ત્યારે આ બાબતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તેમજ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો,સાથે આ રિફ્રેશિંગ રોડ થવાથી વાળાસીમડી થી વાણંદીયા ઝાલણસર સાથે ધોરાજી જવામાટે પણ રાહદારીઓ તેમજ આજુબાજુના ગામના લોકોને હાલાકી માંથી મુકિત મળશે, તો બીજી તરફ જૂનાગઢ તાલુકાના કાથરોટા ડેરવાણ રોડ, પ્લાસવા સોનારડી રોડ, માખીયાળા વાળીસીમડી રોડ, અને પ્લાસવા ઘુડવદર નોન-પ્લાન રસ્તાને કાચાથી ડામર કરવા મુદ્દે રૂપિયા ૭૪ લાખ મંજૂર કરાયા છે.
જેમાં પ્લાસવા-સોનારડી (સી. સી. રોડ) રૂ. ૨ કરોડ ૫૦લાખ અને માખીયાળા - વાલાસીમડી રોડ. રૂ. ૧ કરોડ ૫૦ લાખ પ્લાસવા - ઘુડવદર રોડ રૂ. ૯૦ લાખ ફાળવવામાં આવ્યા છે. સાથે સુવિધા પથ યોજના અંતર્ગત પાણીથી થતા ધોવાણ વાળા વિસ્તારમાં ટ્રી-મિક્ષ સી. સી. રોડ સુવિધા પથ અંતર્ગત
ઝાલણસર મસ્જિદથી વાણંદીયા તરફ. પત્રાપસર થી વધાવી તરફ. રૂપાવટી પ્રવેશ માર્ગ.
કુલ રૂ. ૫૫ લાખ ના કામો મંજૂર કરાયા છે જેમાં ઝાલણસર ગામે મસ્જિદથી વંદનીય સુધીના ગામ તરફ જતા રસ્તા નું રૂપિયા ૮ લાખના કામ મંજૂર થયા છે ત્યારે ગામના આગેવાન દિલીપભાઈ ઠુમ્મરે આ મંજુર થયેલ આ કામને વધાવી લીધા હતા અને એ બાબતે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા કેતનભાઇ સુખડિયાએ આ અંગે રાજીપો વ્યકત કરતા જણાવ્યું હતું કે પત્રાપસર થી લઈને રૂપાવટી સુધીના માર્ગનું નવીનીકરણ થવાથી અનેક લોકોને પડતી મુશ્કેલીઓ નો અંત આવશે આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ પડતી મુશ્કેલીઓ દૂર થશે ત્યારે જૂનાગઢ જિલ્લા ના લોકલાડીલા સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ દ્વારા વિકાસલક્ષી કાર્ય ને વેગ અપાઈ રહ્યો છે ત્યારે આ બંને સાંસદ અને જિલ્લા પ્રમુખશ્રી ઓનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.

 

(1:54 pm IST)