સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ભવનાથમાં સિંહની પજવણી, પાછળ-પાછળ કાર હંકારીને વનરાજાને દોડાવ્યો

સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ

(વિનુ જોશી) જુનાગઢ તા. ર૯ :.. જુનાગઢનાં ભવનાથમાં એક સિંહની પજવણીનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં પાછળ-પાછળ કાર હંકારીને વનરાજાને દોડાવવામાં આવ્યો હોવાનું જોવા મળે છે.
ભવનાથ વિસ્તારમાં ગીરનાર જંગલમાંથી સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ અવારનવાર આવી ચડતા હોય છે. આ પ્રમાણે એક ભાઇ રાત્રીનાં ભવનાથમાં આવી ચડયો હતો.
આ સિંહ પાજનાકાથી અશોક શિલાલેખ તરફ જઇ રહયો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેની કાર આ સિંહની પાછળ-પાછળ હંકારી રહયો છે જેના કારણે આ સિંહ બેબાકળો બનીને દોડી રહ્યો છે.
આ અંગે કાર ચાલકે પ૭ સેકન્ડનો એક વીડીયો પણ બનાવેલ છે. જે સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે જો કે આ અખબાર આ વિડીયોની પુષ્ટિ કરતુ નથી.આવી રીતે સિંહની પજવણી કરનાર સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવો સુર ઉઠયો છે.

 

(1:48 pm IST)